જન્મોજનમનો પ્રેમઃ સુરતનો પ્રેરણાદાયક કિસ્સો, પતિનો જીવ બચાવવા પત્નીએ 70 ટકા લિવર આપી દીધું

આજે વેલેન્ટાઈન ડે છે ત્યારે અનેક લોકો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. પરંતુ પ્રેમ એ જન્મોજનમનું બંધન છે તેમ માનવામાં આવે છે. ત્યારે સુરતમાં રહેતા ફોરમ અને શિરેનની અનોખી પ્રેમ કહાની સામે આવી છે. 
 

જન્મોજનમનો પ્રેમઃ સુરતનો પ્રેરણાદાયક કિસ્સો, પતિનો જીવ બચાવવા પત્નીએ 70 ટકા લિવર આપી દીધું

તેજસ મોદી, સુરતઃ આજે વેલેન્ટાઈન ડે છે, સુરતમાં રહેતા ફોરમ અને શિરેન અંજીરવાલાનો પ્રેમ આજના યુવાનો માટે એક પ્રેરણા રૂપ છે. બ્રેકઅપ અને પ્રેમના અનેક કિસ્સાઓ આપળે સાંભળ્યા હશે, પરંતુ આ બન્ને એક બીજાને જે પ્રેમ કરે છે. અહીં પત્નીએ પતિનો જીવ બચાવવા માટે પોતાનું લિવર આપી દીધું. તે ચોક્કસથી સાંભળી તમારી આંખોમાં આસું લાવી દેશે. લગ્ન અનેક જન્મોજનમનું બંધન છે. પતિ પત્નીનો પ્રેમ અતૂટ હોય છે. વર્ષ 2005માં ફોરમની મુલાકાત શિરીન સાથે ફોરમની બેને કરાવી હતી. ફોરમ ઈચ્છતી હતી કે બંને લગ્ન કરે પરંતુ તે પહેલા તેઓ એકબીજાને સારી રીતે ઓળખી લે. બે વર્ષ સુધી એકબીજાને અતૂટ પ્રેમ કરનાર ફોરમ અને શિરેન વર્ષ 2007માં કોર્ટમાં લગ્ન કરી લીધા. 

શિરેન આઇટી ક્ષેત્ર સાથે જોડાયલ છે, જ્યારે ફોરમ ઈન્સ્યુરન્સ ક્ષેત્રમાં કાર્યરત છે. દિવસેને દિવસે તેમનો પ્રેમ વધતો ગયો પરંતુ વર્ષ 2020માં જ્યારે કોરોનાના કેસો પિક પર હતો, ત્યારે શિરેનની તબિયત લથડી હતી. ડોક્ટરને બતાવતા ખબર પડી કે, શિરીનને લિવર સીરોસીસ નામની જીવલેણ બીમારી છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ફોરેમે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના કાળ ચાલી રહ્યો હતો. ડોક્ટરે જણાવ્યું હતું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને કોરોનામાં ઈન્ફેક્શન વધવાની શક્યતાઓ પણ છે, અમે લીવર મેળવવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું પરંતુ ખૂબ જ લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું હતું. 

પત્નીએ કર્યું લિવર ડોનેટ
ફોરેમે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરે સલાહ આપી હતી કે લાઈવ ડોનર પણ શિરેનને લીવર ડોનેટ કરી શકે છે. આ માટે મેં મારી તમામ મેડિકલ પ્રક્રિયા શરૂ કરી કે જો મારું લિવર શિરીનને મેચ થઈ જાય તો, હું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પણ તૈયાર હતી. મેડિકલ તપાસમાં મારું લીવર શિરેનમાં મેચ થઈ જતા મારી ખુશીનો કોઈ પાર નહોતો. મારામાં વિશ્વાસ આવી ગયો કે, હવે મારો શિરેન બચી જશે. મારુ 70% લિવર શિરેનને આપ્યું. મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી હતી, 15 દિવસ સુધી શિરેન અને 7 દિવસ હું હોસ્પિટલાઈઝ હતી. મને આનંદ છે કે, હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તેના માટે હું કઈ પણ કરી શકું છું મારા માટે સિરેનને પ્રેમની એક નાનકડી ભેટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news