સુરતમાં સરકારી શાળામાં જ ચોરી, પોલીસે ફરિયાદ નોંધાવા શિક્ષકોને 25 દિવસ ધક્કા ખવડાવ્યા
સુરતમાં સરકારી કચેરીમાં ચોરી થતા શાળાના આચાર્ય અને શિક્ષકોને સુરત શહેર પોલીસનો અસલી ચેહરો જોવા મળ્યો છે. ડિંડોલી પોલીસ મથકના 25 દિવસ ધક્કા ખાઇને થાક્યા ત્યારે પોલીસ ફરિયાદ લીધી છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: ડીંડોલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની સરકારી શાળામાં જ ચોરી થઈ છે.તસ્કરોએ કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળાને નિશાન બનાવી હતી. તસ્કરો શાળામાં રહેલ 1.35 લાખની કિંમતના ત્રણ લેપટોપ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ડીંડોલી પોલીસની કામગીરી પર શિક્ષકોએ સવાલ ઉભા કર્યો છે. ગત સાતમી ડિસેમ્બરની રાત્રિએ તસ્કરોએ ચોરી કરી હતી. ચોરીની ફરિયાદ કરવા ગયેલા શિક્ષકોને પોલીસે 25 દિવસ ધક્કે ચડાવ્યા બાદ ડીંડોલી પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં સરકારી કચેરીમાં ચોરી થતા શાળાના આચાર્ય અને શિક્ષકોને સુરત શહેર પોલીસનો અસલી ચેહરો જોવા મળ્યો છે. ડિંડોલી પોલીસ મથકના 25 દિવસ ધક્કા ખાઇને થાક્યા ત્યારે પોલીસ ફરિયાદ લીધી છે, ડિંડોલી વિસ્તારમાં દિનદહાડે સુરત મહાનગર પાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ક્રમાંક 257ની શાળામાંથી ત્રણ લેપટોપ મળી 1.35 લાખની ચોરીનો બનાવ બનીને સામે આવ્યો છે.
સુરતમાં ચોરોના હવે સરકારી મિલકતોને ટાર્ગેટ કરી રહ્યા છે. હજુ તો તાજેતરમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ મગોબ વોર્ડ ઓફિસમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, ત્યાં તેના અગાવ ફરી એકવાર સરકારી મિલકતને જ તસ્કરોએ નિશાન બનાવી હતી. ડીંડોલી વિસ્તારમાં આવેલા સુરત મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શાળાને દીનદહાડે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રૂપિયા 1.35 લાખના ત્રણ લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.બનાવને પગલે સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા, ત્યારે એમને પણ જ્ઞાન આવ્યું કે ખરેખર પોલીસ કેવી રીતે કામ કરે છે.
ડીંડોલી વિસ્તારમાં કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 257 આવેલી છે. આ શાળામાં ભીમરાડ ગામમાં માર્વેલ રેસીડેન્સીમાં રહેતા સ્નેહલબેન રાકેશ ભાઈ પટેલ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 7/12/2023 ના રોજ બપોરે પોણા એક વાગ્યાથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલ ચાલુ હતી. ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ આ સ્કૂલને નિશાન બનાવી હતી. શાળામાં બપોરના રિસેસના સમય ગાળાનો લાભ લઈ અજાણ્યા ચોર ઈસમોએ શાળા ક્રમાંક 257 ના વર્ગખંડ 12 માંથી રૂપિયા 45000ની કિંમતના ત્રણ લેપટોપ મળી કુલ રૂપિયા 1.35 લાખના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરી થયાના બાદમાં આ મામલે શિક્ષિકાને જાણ થતા તેઓએ તાત્કાલિક પ્રિન્સિપાલને આ વાતનું ધ્યાન દોર્યું હતું. બનાવને પગલે પ્રિન્સિપાલે પોલીસને જાણ કરતા પ્રથમ જાણવા જોગ જ લીધી હતી ત્યાર બાદ પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા બાદ અને 25 દિવસ બાદ ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી હતી.
આચાર્યએ તેમની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખરાબ અનુભવ ડીંડોલી પીઆઈઆર જે સુડાસમા દાદાગીરી અને ધમકાવી ડરાવી એઆઇઆર ન કરવા પ્રયાસ કર્યા અને એટલે જ લોકો પોલીસને મિત્ર નહિ પણ દાદા માની દુર રહેવાનું પસંદ કરે છે અને લાંબા પોલીસ સાથેના કડવા અનુભવ પછી પોલીસને લાગ્યું કે હવે કામગીરી કરવી પડે તેમ છે ત્યારે 55 દિવસ બાદ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધી હતી.
ડિંડોલી પોલીસે સ્નેહલબેન ની ફરિયાદ લઈ અજાણ્યા ચોર ઈસમો સામે રૂપિયા રૂ 1.35 લાખની ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હજી તો પરાણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ગુન્હો ડીટેક ક્યારે થશે અથવા થશે કે નહીં એ પણ સવાલ ચોક્કસ ઊભો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે