હજી તો ચોમાસું બેઠુ નથી, ને ગુજરાતમાં વીજળી પડવાથી 3 ના મોત... ખેતરમાં કરતા રિમુબેન પર વીજળી ત્રાટકી

હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વરસેલી વીજળીએ ત્રણ લોકોનો ભોગ લીધો છે. ગુજરાતમાં હજી વિધિવત ચોમાસું બેસ્યુ નથી, તે પહેલા જ અષાઢી માહોલ જોવા મળ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અનેક જિલ્લામાં મંગળવારે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ક્યાંક વીજળી પડવાના પણ બનાવો બન્યા હતા. વીજળી પડવાની ત્રણ અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરમાં બે યુવકો અને પાટણમાં એક મહિલાનુ મોત નિપજ્યુ છે. ત્યારે હવામાન વિભાગે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું ગુજરાતમાં ટુક સમયમાં આગમન થવાના એંધાણ આપી દીધા છે. જોકે, જ્યા વરસાદ પડ્યો છે ત્યાં ગરમીથી લોકોએ રાહત અનુભવી છે.
હજી તો ચોમાસું બેઠુ નથી, ને ગુજરાતમાં વીજળી પડવાથી 3 ના મોત... ખેતરમાં કરતા રિમુબેન પર વીજળી ત્રાટકી

અમદાવાદ :હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વરસેલી વીજળીએ ત્રણ લોકોનો ભોગ લીધો છે. ગુજરાતમાં હજી વિધિવત ચોમાસું બેસ્યુ નથી, તે પહેલા જ અષાઢી માહોલ જોવા મળ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અનેક જિલ્લામાં મંગળવારે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ક્યાંક વીજળી પડવાના પણ બનાવો બન્યા હતા. વીજળી પડવાની ત્રણ અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરમાં બે યુવકો અને પાટણમાં એક મહિલાનુ મોત નિપજ્યુ છે. ત્યારે હવામાન વિભાગે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું ગુજરાતમાં ટુક સમયમાં આગમન થવાના એંધાણ આપી દીધા છે. જોકે, જ્યા વરસાદ પડ્યો છે ત્યાં ગરમીથી લોકોએ રાહત અનુભવી છે.

પાટણમાં મહિલાનુ મોત 
પાટણ જિલ્લામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ચોમાસાના આગમનની સાથે જ પાટણમાં નુકસાની થઈ હતી. સાંતલપુરના ઝંડાળા ગામે ભારે પવનથી 10થી વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. હારીજના રોડા ગામે વીજળીના કડકા સાથે વરસાદી છાંટા થયા હતા. પરંતુ અહી વીજળી પડતા એક મહિલાનુ મોત નિપજ્યુ છે. હારીજના રોડા ગામે ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર વીજળી પડી હતી. વીજળી પડતા ઠાકોર રિમુબેન નામની મહિલાનું મોત નિપજ્યુ છે. વરશુમજી ગણેશજીનાં પત્ની રીમુબેન ઠાકોર ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડતાં મોત થયું હતું. મહિલાના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 8, 2022

સુરેન્દ્રનગરમાં બે યુવકોના મોત
સુરેન્દ્ર નગરમાં વીજળી પડવાની બે અલગ અલગ ઘટના બની હતી, જેમાં બે યુવકોના મોત નિપજ્યા છે. મધરાત્રિએ લીંબડી તાલૂકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. 23 વર્ષીય યુવક બાઈક પર સવાર થઈને લીંબડીથી જાંબુ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વચ્ચે વીજળી પડી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જાંબુ ગામના યુવકનુ મોત નિપજતા ચકચાર મચી ગઈ છે, તો યુવકના પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. 

તો અન્ય કિસ્સામાં સુરેન્દ્રનગરના નાની કઠેચીમાં યુવક પર વીજળી પડી હતી. નાની કઠેચીના નળ સરોવાર વિસ્તારમાં યુવક પર વીજળી પડતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત થયું હતુ. નાની કઠેચીની વીજળી પડવાની ઘટના એક સ્થાનિકના મોબાઈલમાં કેદ થઈ હતી. જ્યાં વીજળીના કડાકા સાથે ખુલ્લા મેદાનમાં વીજળી પડી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news