દુનિયાની સૌથી મોટી પાર્ટી ના 40 વર્ષ પૂર્ણ. વાજપેયી-અડવાણી યુગથી મોદી-શાહ યુગમાં ભાજપ
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ : દેશમાં અત્યારે સૌથી મજબૂત અને શક્તિશાળી રાજકીય પક્ષ ભાજપ 40 વર્ષ પૂર્ણ કરી 41 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે મોદી-શાહ ની જોડી ના યુગમાં ભાજપમાં મુદ્દાઓ બદલાયા છે તો જુના મુદ્દાઓને મોદી શાહે ઉકેલ્યા છે. 6 એપ્રિલ 1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના થઈ હતી. અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપણા હેઠળ ભાજપ નો ઉદય થયો. શરૂઆતમાં કોંગ્રેસની સામે મુખ્ય વિપક્ષ તરીકે ભાજપની સ્થાપના થઇ હતી પરંતુ તે સમયે હિન્દુત્વના મુદ્દે નરમ વલણ ધરાવનાર ભાજપે ૧૯૮૫ પછી હિન્દુત્વ અને રામ જન્મભૂમિ મુખ્ય એજન્ડા બનાવ્યો. વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં ફક્ત બે જ સીટો જીતી શક્યો હતો ભાજપ.
1989માં 85 બેઠકો 1991માં રામ મંદિર આંદોલનની લહેર માં ૧૨૦ બેઠકો જીતવાની સફળતા મળી 1996માં ભાજપ ૧૬૧ બેઠકો જ્યારે 1998માં ૧૮૨ બેઠકો જીતી હતી. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા ની વાત કરી હતી જે સ્વપ્ન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડે પૂરું કર્યું વર્ષ ૨૦૧૪ થી પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં ભાજપ નો વિજય રથ ચારે દિશામાં દોડ્યો અને ખીલ્યો. વર્ષ 2014માં 282 બેઠકો તો વર્ષ 2019માં 303 બેઠકો જીતીને પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી. જો કે ૪૦ વર્ષમાં ભાજપના કોર મુદ્દાઓ રામ જન્મભૂમિ, કલમ 370 પૂર્ણ થયા તો યુનિવર્સલ સિવિલ કોડ નો મુદ્દો હજુ પણ બાકી છે. આ ઉપરાંત હવે NRC ના મુદ્દે ભાજપે મોરચો ખોલ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહની જોડીએ વાજપેયી-અડવાણી યુગના સ્વપ્ન પુરા કરવાની સાથે કાર્યકરો અને દેશવાસીઓ નવા સ્વપ્નો પણ બતાવ્યા.
રાજકીય પંડિતો ચોક્કસ ભાજપના આ સમયને સુવર્ણ યુગ કહી શકે પરંતુ ભાજપના પૂર્વ અધ્યક્ષ તરીકે અમિત શાહે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ માં ભાજપ ની સરકાર બનવાની બાકી છે. આ રાજ્યોમાં જ્યારે કમળ સંપૂર્ણ ખીલશે ત્યારે જ ભાજપનો સુવર્ણ યુગ આવશે. આ રાજ્યોમાં સરકાર બનાવવાના ઉદ્દેશ સાથે ભાજપે સૌથી વધુ કાર્યકરો બનાવવાનો રેકોર્ડ પણ સ્થાપ્યો. 2014 માં સરકાર બન્યા બાદ 11 કરોડ સભ્યો અને 2019 માં 18 કરોડ સભ્યોનો પરિવાર બન્યો.
અત્યારે ભાજપ ની લોકસભામાં 303 બેઠકો , રાજ્યસભામાં 83 બેઠકો છે. સમગ્ર દેશમાં ભાજપના 1320 ધારાસભ્યો છે. દેશના 11 રાજ્યોમાં ભાજપની પોતાની સરકારો છે જ્યારે 7 રાજ્યોમાં સહયોગી પક્ષો સાથેની સરકારો છે. કોરોના સામેની લડાઈના કારણે ભાજપ આ વખતે પોતાના સ્થાપન દિવસની ઉજવણી નહીં કરી શકે પણ આગામી દિવસોમાં ભાજપ માટે અનેક પડકારો છે. જો કે કાર્યકરોને ચોક્કસ આશા છે કે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહની આગેવાની માં ભાજપ દેશને નવી દિશા બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે