એક જ દિવસમાં કોરોનાનાં 20 કેસનો રેકોર્ડ, નાગરિકો હવે ખાસ તકેદારી રાખે તે ખુબ જરૂરી
રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા નિયમિત પત્રકાર પરિષદ સંબોધી અને દિવસ દરમિયાનનું અપડેટ આપ્યું હતું. રાજ્યમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત સુરતમાં એક અને ભુજમાં પણ એક કેસ નોંધાયો છે. હવે કોરોના બાદ હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ચુક્યો છે. આ સાથે આજના દિવસમાં કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના 128 દર્દીઓ થઇ ચુક્યા છે.
Trending Photos
અમદાવાદ : રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા નિયમિત પત્રકાર પરિષદ સંબોધી અને દિવસ દરમિયાનનું અપડેટ આપ્યું હતું. રાજ્યમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત સુરતમાં એક અને ભુજમાં પણ એક કેસ નોંધાયો છે. હવે કોરોના બાદ હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ચુક્યો છે. આ સાથે આજના દિવસમાં કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના 128 દર્દીઓ થઇ ચુક્યા છે.
અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 11નાં મોત નિપજ્યાં છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીગી જમાતી મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ અગાઉ બે શખ્સ સહિત 8 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી બોડેલીનાં નાગરિકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમદાવાદમાં કુલ 53 કેસ પોઝિટિવ હતા જે પૈકી 5 લોકોનાં મોત નિપજ્યાં છે. 05 લોકોને ડિસ્ચાર્જ, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ અને 02 કેસ ડિસ્ચાર્જ, સુરતમાં 16 પોઝિટિવ કેસ અને 2 નાં મોત અને 03 કે ડિસ્ચાર્જ અપાયા છે, રાજકોટમાં 10 પિઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ કેસ અને 2નાં મોત, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત, પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ, પાટણ અને છોટાઉદેપુર તથા જામનગરમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. કુલ 124માંથી 33 વિદેશથી આવેલા છે. 17 બીજા રાજ્યમાં જઇને આવેલા છે જ્યારે 74 કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે