Today Chaitri Navratri: આજે તહેવારોનો ત્રિવેણી સંગમ; ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ગુજરાતના આ મંદિરોમાં 2 વર્ષ બાદ વિશિષ્ટ આયોજનો, જાણો અંબાજીમાં દર્શન-આરતીનો સમય

Chaitri Navratri: આજથી શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં ઉજવણી કરાશે.

Today Chaitri Navratri: આજે તહેવારોનો ત્રિવેણી સંગમ; ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ગુજરાતના આ મંદિરોમાં 2 વર્ષ બાદ વિશિષ્ટ આયોજનો, જાણો અંબાજીમાં દર્શન-આરતીનો સમય

ઝી ન્યૂઝ/અમદાવાદ: આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ચૈત્રી નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રિના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ, આપે છે. માતા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખાય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપમાં, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. નવરાત્રનો અર્થ નવ રાત થાય છે. આ નવ રાતોમાં ત્રણ દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા થાય છે જેને નવદુર્ગા  કહે છે. 

આજથી શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં ઉજવણી કરાશે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં  સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરાયા છે. આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. હિંદુ ધર્મશાોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.

સામાન્ય રીતે વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી બંને નવરાત્રીનું મહત્વ હોય છે. આ વસંતીય ચૈત્રી નવરાત્રીને કારણે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. આ વખતે અંબાજી મંદિરમાં નવે નવ દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી તથા એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રી. ફાલ્ગુન માસની પૂર્ણિમા પછી ચૈત્ર માસની શરૂઆત થશે અને ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થશે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જે 11 એપ્રિલ સોમવાર સુધી ચાલશે. દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

પંચાગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 01 એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 11:53 કલાકે શરૂ થશે અને 02 એપ્રિલ, શનિવારે સવારે 11:58 કલાકે સમાપ્ત થશે. નવરાત્રીના પહેલા જ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર ઘટસ્થાપન શનિવાર, 2 એપ્રિલ, 2022 સવારે 06:10થી 08:31 સુધી ઘટસ્થાપન મુહૂર્ત છે. આ સાથે અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:50 સુધી છે.

પ્રથમ દિવસ શૈલપુત્રીની પૂજા અર્ચના
ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે જે નવદુર્ગાની પ્રથમ દુર્ગા છે. પર્વત રાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા અને ઉપાસના થાય છે. આ દિવસે ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગી સાધનાનો પ્રારંભ થાય છે. વૃષભસવાર શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે. 

09 એપ્રિલ સુધી શક્તિપીઠ અંબાજીમાં દર્શનનો સમય
આરતી સવારે : 7 થી 7:30, દર્શન સવારે: 7:30થી 11:30, રાજભોગ બપોરે: 12, દર્શન બપોરે: 12:30થી 04:30, આરતી સાંજે: 7 થી 7:30, દર્શન સાંજે: 7:30 થી 09. ચૈત્ર સુદ આરતીનો સમય: સવારે 6 વાગે.

પાવાગઢ જઈ રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો
આજથી શરૂ થતાં મહાશક્તિના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિને લઈ શક્તિપીઠ પાવગઢ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત છૂટ મળતા જ આ વખતે 15 લાખથી વધુ ભક્તો ચૈત્રી નવરાત્રિએ ઉમટી પડવાની શક્યતાઓ છે. જેને લઈ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 

યાત્રાધામ પાવાગઢ મંદિરનો આ છે સમય
આ વર્ષે યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર ખુલ્લું રહેતા ભક્તોમાં અનેરો ઉત્સાહ ફેલાયો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારે પાંચ વાગે નિજ  મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જયઘોષ વચ્ચે પરિસર ગુંજી ઉઠ્યું છે. કોરોના કાળમાં નવરાત્રિ દરમિયાન માતાજીના પ્રત્યક્ષ દર્શન બંધ હતા. ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રીના બે રવિવારે મંદિર સવારે 2 કલાક વહેલું ખુલશે. રવિવારે સવારે 4.00 કલાકે દર્શન માટે ખુલ્લું મુકાશે અને સાંજે 8.00 કલાકે બંધ થશે. નવરાત્રીના બાકીના દિવસોમાં પણ દર્શન માટે એક કલાક વધારી સવારે 5.00 કલાકે ખુલ્લું મૂકી સાંજે 8.00 કલાકે બંધ કરાશે.

ભક્તો જ્યોત લઈને વતન જાય છે 
પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા ભક્તોનું પ્રમાણ વધુ હોય છે. આ રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.

પર્વતની પુત્રી કહેવાય છે શૈલપુત્રી દેવી
શૈલપુત્રી એ માતા પાર્વતીનો જ અવતાર છે. દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. પર્વત પુત્રી હોવાના કારણે તેમને શૈલપુત્રી કહે છે. માતા શૈલપુત્રીની આરાધનાથી મનોવાંછિત ફળ મળે છે અને કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સાધકને મૂળાધાર ચક્ર જાગ્રુત થવાથી પ્રાપ્ત થતિ સિદ્ધિઓ પણ મળે છે. માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે, આથી તેમને પાર્વતી કે હેમવતી નામથી પણ ઓળખે છે. 

માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવ જંતુઓના રક્ષક માનવામાં આવે છે. તેમની આરાધનાથી મુસિબતોમાંથી મુક્તિ મળે છે. આથી દુર્ગમ સ્થાનો પર વસતા પહેલા માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે. કહેવાય છે કે તેમની સ્થાપનાથી તે સ્થાન  સુરક્ષિત થઈ જાય છે. માતાની પ્રતિમા સ્થાપિત થયા બાદ તે સ્થાન પર આફતો, રોગ, વ્યાધિ, રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે. 

નવરાત્રિમાં દુર્ગામાતાને માતૃશક્તિ, કરુણાની દેવી માનીને  પૂજે છે. આથી તેમની પૂજામાં તમામ તીર્થો, નદીઓ, સમુદ્રો, નવગ્રહો, દિશાઓ, નગર દેવતા, ગ્રામ દેવતા સહિત તમામ યોગીનીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને વિરાજવા હેતુ પ્રાર્થના અને તેમનું આહ્વાન કરવામાં આવે છે. પ્રથમ પૂજનના દિવસે શૈલપુત્રી સ્વરૂપે ભગવતી દુર્ગા દુર્ગતિનાશિનીની પૂજા ફૂલ, અક્ષત, કંકુ, ચંદનથી થાય છે. તેમની આરાધના કરતા પહેલા ચોકી પર માતા શૈલપુત્રીની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો. ત્યારબાદ તેના પર એક કળશ સ્થાપિત કરો. કળશ પર નારિયેળ અને પાન પત્તા પર રાખીને એક સ્વસ્તિક બનાવો. ત્યારબાદ કળશ પાસે અખંડ જ્યોતિ પ્રગટાવીને 'ऊँ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ओम् शैलपुत्री देव्यै नम:' નો મંત્ર જાપ કરો. ત્યારબાદ માતાને સફેદ ફૂલની માળા અર્પિત કરતા માતાને સફેદ રંગનો ભોગ જેમ કે ખીર કે મીઠાઈ ધરાવો. ત્યારબાદ માતાની કથા સાંભળીને તેમની આરતી કરો. સાંજે માતા સમક્ષ કપૂર પ્રગટાવીને હવન કરો. 

બીજી તરફ મરાઠી સમાજનું આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેને ગુડી પડવાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં આ ઉપરાંત આજે સિંધી સમાજનો મહત્ત્વનો પર્વ છે. આજે ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુડી પાડવાના પર્વની કેમ ઉજવણી કરવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે તેના વિશે પણ જાણીએ...ગુડી પડવાનું પર્વ, આ મુખ્ય રૂપે મહારાષ્ટ્રમાં ઉજવાય છે. તેને સંવત્સર પડવો પણ કહેવાય છે. ગુડ પડવો મુખ્ય રૂપથી મરાઠી સમુહમાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. આ પર્વને ભારતના જુદા જુદા સ્થાનોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. 

આ દિવસે ઘરને સ્વસ્તિકથી સજાવવામાં આવે છે. જે હિન્દુ ધર્મમાં સૌથી શક્તિશાળી પ્રતિકોમાંથી એક છે. આ સ્વસ્તિક હળદર અને સિંદૂરથી બનાવાય છે. આ દિવસે મહિલાઓ પ્રવેશ દ્વારને અનેક અન્ય રીતે સજાવે છે અને રંગોળી બનાવે છે. એવુ કહેવાય છે કે ઘરમાં રંગોળી નકારાત્મકતાને દૂર કરે છે. ગુડી પડવો વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે ચિહ્નિત થયેલ છે. ઘણી જગ્યાએ તેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે.

ગુડી પડવા નામ બે શબ્દો પરથી બન્યુ છે - 'ગુડી', જેનો અર્થ થાય છે ભગવાન બ્રહ્માનું ધ્વજ કે પ્રતીક અને 'પડવો' જેનો અર્થ થાય છે ચંદ્રમાના ચરણનો પહેલો દિવસ. આ તહેવાર પછી રવિ પાકની લણણી કરવામાં આવે છે કારણ કે તે વસંતઋતુના આગમનને પણ દર્શાવે છે. ગુડી પડવામાં, 'ગુડી' શબ્દનો અર્થ 'વિજય ધ્વજ' પણ થાય છે અને પાડવો એટલે પ્રતિપદાની તિથિ માનવ આમાં આવે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news