Corona Update: સાવધાન! ગુજરાતમાં કોરોનાની શું ચોથી લહેર આવશે? આજના આંકડા છે ખુબ જ ડરામણા!

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4156 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 23 હજાર 903 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.78 ટકા છે. 

Corona Update: સાવધાન! ગુજરાતમાં કોરોનાની શું ચોથી લહેર આવશે? આજના આંકડા છે ખુબ જ ડરામણા!

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 742 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન સારી વાત એવી છે કે આજે કોઈનું કોરોનાથી મોત થયું નથી. રાજ્યમાં આ દરમિયાન કોરોનાની સારવાર બાદ 673 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 24 હજાર 576 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 254 કેસ નોંધાયા છે. તો સુરત કોર્પોરેશનમાં 75, મહેસાણા 63, વડોદરા કોર્પોરેશન 41, ભાવનગર કોર્પોરેશન 40, સુરત 32, ગાંધીનગર કોર્પોરેશન 24, ગાંધીનગર 23, વલસાડ 22, કચ્છ 19, પાટણ 19, ભાવનગર 13, રાજકોટ 13, જામનગર કોર્પોરેશન 12, રાજકોટ કોર્પોરેશન 11, દેવભૂમિ દ્વારકા 9, નવસારી 9, અમરેલી 8, બનાસકાંઠા 8, સાબરકાંઠા 8, આણંદ 7, ભરૂચ 7, અમદાવાદ 6, ખેડા 4, મોરબી 4, વડોદરા 4, અરવલ્લી 3, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, પોરબંદર 1 અને સુરેન્દ્રનગરમાં 1 એમ કુલ 742 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજારને પાર
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4156 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 23 હજાર 903 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.78 ટકા છે. 

ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
રાજ્યમાં સતત કોરોના સામે મજબૂતી મેળવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે 5 કલાક સુધીમાં 30,541 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 11 કરોડ 19 લાખ 90 હજાર 820 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news