GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાનો 'ગરબો' ઘેર, અમદાવાદમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં માત્ર 25 બેડ જ ભરેલા

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 3386 એક્ટિવ કેસ છે. જે પૈકી 33 વેન્ટીલેટર પર છે જ્યારે 3353 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,07,284 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10911 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાનો 'ગરબો' ઘેર, અમદાવાદમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં માત્ર 25 બેડ જ ભરેલા

અતુલ તિવારી/ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 305 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 839 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,07, 284 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને 98.83 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,38,874 રસીના ડોઝ અપાયા હતા. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 3386 એક્ટિવ કેસ છે. જે પૈકી 33 વેન્ટીલેટર પર છે જ્યારે 3353 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,07,284 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10911 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 5 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં 2 વડોદરા કોર્પોરેશનમાં બે નાગરિક, ભરૂચ 1 અને સાબરકાંઠા 1, ભાવનગર 1, તાપી 1 અને સુરેન્દ્રનગરમાં 1 નાગરિકનો સમાવેશ થાય છે. 

No description available.

વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક ઐતિહાસિક નિર્ણય; જીતુ વાઘાણીની મોટી જાહેરાત
 

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16 ને રસીનો પ્રથમ જ્યારે 57 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3189 ને પ્રથમ જ્યારે 7077 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12345 ને રસીનો પ્રથમ 42001ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 4742 ને પ્રથમ અને 51786 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો ઉપરાંત 17661 વરિષ્ઠ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,38,894 રસીના ડોઝ અપાયા હતા.

અમદાવાદમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં માત્ર 25 બેડ જ ભરેલા
અમદાવાદની ખાનગી કોવિડ 19 હોસ્પિટલમાં હવે માત્ર 15 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં કુલ 3411 બેડ કોરોના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે, જેમાંથી માત્ર 0.5 ટકા બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 99.05 ટકા બેડ ખાલી છે. ખાનગી કોવિડ 19 હોસ્પિટલમાં 02 દર્દીઓ ICU વિથ વેન્ટિલેટર પર છે, જ્યારે 06 દર્દીઓ ICU વિથઆઉટ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. 03 દર્દીઓ HDU બેડ પર તો 04 દર્દીઓ આઇસોલેશન બેડ પર સારવાર હેઠ છે.

કોરોનામાં કેસો ઘટતાં હવે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કારણે થતા મોતની સંખ્યા પણ ઘટી છે. એટલું જ નહીં, અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં માત્ર 10 જ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news