અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયો 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ! કારણ કે....

આ અકસ્માત પછી અમદાવાદથી આવતા વાહનોને વડોદરા શહેરમાં ડાયવર્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી વડોદરાના સમા-સાવલી રોડ ઉપર પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયો 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ! કારણ કે....

રવિ અગ્રવાલ, વડોદરા : હાલમાં વડોદરાથી અમદાવાદ વચ્ચેના હાઇવે પર જબરદસ્ત ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. હકીકતમાં આ રૂટ પર ટેન્કર પલટી ખાઈ જતા આ પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ ટ્રાફિક જામ કલાકો સુધી રહ્યો હતો જેના પગલે 8થી 10 કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી. આખરે પોલીસે આ ટ્રાફિક શરૂ કરાવ્યો હતો. 

આ ઘટનાની વિગતો જોઈએ તો વડોદરા નજીક નેશનલ હાઇવે પર જ્વલનશિલ ક્લોરોફોર્મ કેમિકલ ભરેલુ ટેન્કર દેણા ચોકડી પાસે સવારે 6:30 વાગ્યાની આસપાસ પલટી ખાઇ ગયુ હતું. આ સંજોગોમાં નેશનલ હાઇવે પર 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. ફાયર બ્રિગેડ દ્વારા 15 જેટલા ટેન્ડર ફર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ટ્રાફિક જામને પગલે અમદાવાદથી આવતા વાહનોને વડોદરા શહેર તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. આખરે ટેન્કરને સીધુ કર્યાં બાદ અમદાવાદથી સુરત તરફનો રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો.

આ અકસ્માત પછી અમદાવાદથી આવતા વાહનોને વડોદરા શહેરમાં ડાયવર્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી વડોદરાના સમા-સાવલી રોડ ઉપર પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માત પછી નેશનલ હાઇવે ઉપર એક્સપ્રેસ હાઇવેથી નેશનલ હાઇવે સુધી 5 કિ.મી. અને દેણાથી સુરત તરફ 5 કિ.મી. મળીને 10 કિ.મી. જેટલો ટ્રાફિકજામ થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news