2022ની ચૂંટણીમાં નવો બદલાવ, ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલ બન્યા વોટિંગ આઇકોન

Gujarat Elections 2022 : ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલ રાજકોટ જિલ્લાના વોટિંગ આઇકોન બન્યાં... રાગિણી પટેલનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે... MBA કર્યું છતાં કંપનીઓએ નોકરી ન આપી... ફરજથી નહીં ચૂકું, લોકોને મતદાન કરવા જણાવીશ

2022ની ચૂંટણીમાં નવો બદલાવ, ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલ બન્યા વોટિંગ આઇકોન

Gujarat Elections 2022 અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટના રાગીણિ પટેલ ચર્ચામાં છે. આ વખતે ચૂંટણીપંચે રાજકોટ જિલ્લાની આઠેય સીટ પર એક નવતર પ્રયોગ કર્યો છે. ચૂંટણીપંચે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી દ્વારા આ વખતે મતદાન માટે જાગૃતિ ફેલાવવા ‘હર વોટ જરુરી હોતા હે’ ના નામે એક યુનિક કેમ્પિયન શરૂ કર્યું છે. રાગિણી પટેલને રાજકોટ જિલ્લાના વોટિંગ આઇકોન બનાવવામાં આવ્યાં છે. જેઓ મતદાન અંગે ફેલાવશે જાગૃતિ.

લોકશાહીના પર્વ ચૂંટણીમાં પોતાનુ યોગદાન અપાતુ જોઈને રાગિણી પટેલ બહુ જ ઉત્સાહી છે. તેઓ કામમાં કેવી રીતે સહયોગી બન્યા તે વિશે તેમણે જણાવ્યું કે, રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના આધાર કાર્ડ તથા સર્ટિફિકેટ કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. એ દરમિયાન રાગિણી પટેલ રાજકોટ જિલ્લા કલેક્ટરના સંપર્કમાં આવ્યાં હતાં. એ સમયે જિલ્લા કલેક્ટર ચૂંટણી અંગે યુનિક કેમ્પેઇન તૈયાર કરવા માંગતા હતા અને હું ખૂબ અતિ ઉત્સાહિત હતી કે, મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં જોડાઈને દેશના ભાવિમાં અમૂલ્ય ફાળો આપી શકાશે.

જોકે, રાગિણી પટેલના સમાચાર જેટલા રોમાંચક છે, તેટલુ જ સંઘર્ષમય તેમનુ જીવન છે.  રાગિણી પટેલ મૂળ કાલાવડના છે. તેઓએ કષ્ટ સાથે અત્યાર સુધીનું જીવન પસાર કર્યું છે. તેમની ઓળખ માટે તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. શરૂઆતમાં પરિવાર સાથે અનેકવાર ઘર્ષણ થયું હતું. પરંતુ સમય જતાં પરિવારે એ વાત સ્વીકારી લીધું હતું કે, રાગિણી પટેલ ટ્રાન્સજેન્ડર છે. આ ઉપરાંત તેમણે પોતાના ઘર માટે બિલ્ડરનો સંપર્ક કર્યો તો બિલ્ડર દ્વારા પણ એવો નિરસ જવાબ આપવામાં આવ્યો હતો કે, અમે ટ્રાન્સજેન્ડરને મકાન આપતા નથી અને આપીએ તો આસપાસઆ લોકો વિરોધ કરે છે. 

MBA કર્યું હોવા છત્તા મોટી કંપનીઓએ રાગિણી પટેલને નોકરી આપવાની ના પાડી. તો આ સાથે જ તેઓ કહે છે કે, મારી એવી માનસિક તૈયારી છે કે લોકો કોઈપણ પ્રકારની હીન કોમેન્ટ કરે, પરંતુ હું મતદાન અંગેની મારી ફરજથી નહીં ચૂકું અને લોકોને પણ મતદાન કરવા જણાવીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news