રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત, વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા


રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 39 કેસ સામે આવ્યા છે. 

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત, વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. શહેરમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી આ બંન્ને કેસ સામે આવ્યા છે. બે મહિલાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. 

રાજકોટમાં કુલ 39 સંક્રમિતો
રાજકોટમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 39 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ શહેરના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરના છે. હાલ શહેરમાં 9 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે જ્યારે 30 પીડિતોની સારવાર ચાલી રહી છે. 

વડોદરા પાલિકાના હિસાબી શાખાના કર્મચારી બન્યા કોરોનાનો શિકાર 

શું છે ગુજરાતની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી 1700થી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1101 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 242 અને વડોદરામાં 180 કેસ સામે આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news