બીટકોઈન કૌભાંડની તપાસ માટે અમેરિકાની FBIના બે અધિકારી આવ્યા સુરત

 દુનિયાના સૌથી સશક્ત તપાસ એજન્સી એવી અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ સુરતમાં તપાસ માટે આવવું પડ્યું છે, આ કદાચ પહેલી ઘટના છે જ્યારે એફબીઆઇ સુરત આવી હોય. દેશ અને દુનિયાના સૌથી મોટા બીટકોઈન કૌભાંડનાં મુખ્ય આરોપી અને ભેજાબાજ સતીષ કુંભાણીની પુછપરછ એફ્બીઆઈ દ્વારા કરવામાં આવી હતી. 

બીટકોઈન કૌભાંડની તપાસ માટે અમેરિકાની FBIના બે અધિકારી આવ્યા સુરત

તેજશ મોદી/સુરત: દુનિયાના સૌથી સશક્ત તપાસ એજન્સી એવી અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ સુરતમાં તપાસ માટે આવવું પડ્યું છે, આ કદાચ પહેલી ઘટના છે જ્યારે એફબીઆઇ સુરત આવી હોય. દેશ અને દુનિયાના સૌથી મોટા બીટકોઈન કૌભાંડનાં મુખ્ય આરોપી અને ભેજાબાજ સતીષ કુંભાણીની પુછપરછ એફ્બીઆઈ દ્વારા કરવામાં આવી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર એફબીઆઈના બે અધિકારીઓ બિટકનેકટની તપાસ માટે સુરત આવ્યાં હતા. સતીશ કુંભાણી અને દિવ્યેશ દરજીની ગેંગે વિયેતનામ, મલેશિય, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ રોકાણ કરાવ્યું હતું. જેને લઈને એફબીઆઈએ આવવાની ફરજ પડી હતી. બિટકોઈન જેવી બિટકનેકટ લિમિટેડ કંપની બનાવી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર સતીશ કુંભાણીની એફબીઆઈએ પૂછપરછ કરી હતી.

સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વરસાદ : ઉનામાં 2 પશુપાલક યુવકો પર વીજળી પડી, એકની હાલત ગંભીર

સતીષ કુંભાણીની પૂછપરછ અંગે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના બે સિનીયર અધિકારીઓ ભારત આવ્યા હતા. તેમને આ અંગે આગાઉ જ સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાનો સંપર્ક કર્યો હતો. સીઆઈડી ક્રાઇમના અધિકારીની હાજરીમાં બિટ કનેકટના મુખ્ય કૌભાંડ સતીશ કુંભાણીની એફફીઆઈના અધિકારીઓએ 3 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં એફબીઆઈના સત્તાધીશોએ કુંભાણી પાસેથી અમેરિકાના પ્રમોટરો સહિત કોને મદદ કરી હતી, તે અંગેની માહિતી મેળવી હતી.

મારી પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે તેવી શકયતા: હાર્દિક પટેલ

અમેરિકાની કંપનીનો કર્તાહર્તા તરીકે વીંડી નામનાં વ્યક્તિનું નામ સામે આવ્યું હતું, પરંતુ જ્યારે એફબીઆઈએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, બિટકનેક્ટનો  મુખ્ય ભેજાબાજ સતિષ કુંભાણી જ છે. સીઆઈડી ક્રાઇમના સ્ટાફે સતીશ કુંભાણી સાથે સુરેશ ગોરસીયાને પણ લઈ આવી હતી. જો કે એફબીઆઈએ માત્ર સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. એફબીઆઈએ બિટકનેકટ અંગે સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરાયેલા પુરાવાઓ અને દસ્તાવેજો પણ માંગ્યા છે. જેને આધારે તેઓ વધુ તપાસ કરશે.

અમરેલીનો સતીશ કુંભાણી સુરતમાં રહેતો હતો, બાદમાં સતીષ લંડનમાં બી.ફાર્મનો અભ્યાસ કરી પરત સુરત જ આવે છે. સતિષ એમ.આર તરીકે નોકરી કરે છે. 2014માં રશિયાની કંપનીમાં જોબ કરતા કરતા એમએલએમ કરતાં બિટકોઈનનો આઈડિયા આવ્યો હતો. સતીશ કુંભાણીએ અન્ય કૌભાંડી દિવ્યેશ દરજી, ધવલ વિજય માવાણી અને સુરેશ ગોરસીયાને બિટકનેકટ કંપની બનાવી હતી. આ બિટકનેકટ કંપનીનું યુ.કે રજીસ્ટ્રેશન કરાવી હતી. સતીશ કુંભાણીએ મોટા વરાછામાં માનવ ડીજીટલ માર્કેટીંગ નામે કંપનીની ઓફિસ ખોલી હતી. રોકાણકારોને ટૂંકા ગાળામાં ઊંચુ વળતર આપવાની અને કંપનીમાં રોકાણ કરાવી કમિશન આપવાની લાલચ આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news