મારી પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે તેવી શકયતા: હાર્દિક પટેલ

રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટમાં હાજર થાય તે પહેલાં તેને સુરત પોલીસ કમિશનરને એક મેઈલ કર્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, અસસમાજિક તત્વો દ્વારા ગમે ત્યારે તેના પર જીવલેણ હુમલો કરી શકે છે. માટે કોર્ટની બહાર અથવા કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ તેવી માગ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મારી પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે તેવી શકયતા: હાર્દિક પટેલ

ચેતન પટેલ/સુરત: રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટમાં હાજર થાય તે પહેલાં તેને સુરત પોલીસ કમિશનરને એક મેઈલ કર્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, અસસમાજિક તત્વો દ્વારા ગમે ત્યારે તેના પર જીવલેણ હુમલો કરી શકે છે. માટે કોર્ટની બહાર અથવા કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ તેવી માગ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી.

જેને લઈને હાર્દિક કોર્ટમાં આવે તે પહેલાં જ ક્રાઇમબ્રાન્ચ, ઉમરા પોલીસ મથકનો કાફલો બંદોબસ્ત માં જોતરાઈ ગયો હતો. બીજી તરફ મીડિયા સાથે વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, હમણાં કોંગ્રેસનો ખરાબ સમય ચાલી રહ્યો છે. જૂનાગઢમાં બીજેપીનો ભ્રષ્ટચાર ઉજાગર કરવામાં કોંગ્રેસ નિષફળ રહી છે. નામદાર કોર્ટ દ્વારા આ કેસમાં 30મી જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

મહત્વું છે, કે હાર્દિક પટેલ પર અગાઉ પણ લાફાવાળી થઇ હતી. સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઇ હતી. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ સભામાં છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news