PM મોદીના રોડ શોમાં ઝળક્યુ ઓપરેશન ગંગા, વિદ્યાર્થીઓએ કહ્યું-યુક્રેન સે લાયા મેરા દોસ્ત, મોદીજી કો સલામ કરો
PM Modi in Gujarat : પીએમ મોદીના રોડ શોમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પાર પાડેલા ઓપરેશન ગંગાની ઝલક જોવા મળી. જેમાં યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરાઈ હતી. મોટી સંખ્યામાં યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદના રોડ શોમાં યુક્રેન રિટર્ન વિદ્યાર્થીઓ પણ પીએમ મોદીના સ્વાગતમાં પહોંચ્યા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. 10 મહિના બાદ ગુજરાતમાં પધારેલા પીએમ મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શો નીકળ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળી પડ્યા છે. ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જોવા મળી રહી છે. યુપી સહિત ચાર રાજ્યોની ચૂંટણીનો જીતનો જશ્ન જાણે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો તેવો આ માહોલ છે. રસ્તો આખો ભાજપમય બન્યો છે. રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તો હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કમળ ખીલ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. દરેક સ્થળે પીએમ મોદીનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીના રોડ શોમાં ઝળક્યુ ઓપરેશન ગંગા
પીએમ મોદીના રોડ શોમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પાર પાડેલા ઓપરેશન ગંગાની ઝલક જોવા મળી. જેમાં યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરાઈ હતી. મોટી સંખ્યામાં યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદના રોડ શોમાં યુક્રેન રિટર્ન વિદ્યાર્થીઓ પણ પીએમ મોદીના સ્વાગતમાં પહોંચ્યા હતા.
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ ‘આભાર નરેન્દ્રભાઈ મિશનગંગા’ ના બેનર સાથે જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ ગાલ પર ભારતના ફ્લેગનુ ચિત્ર દોરાવ્યુ હતું. આ વિદ્યાર્થીઓમાં પીએમ મોદીનુ સ્વાગત કરવામાં થનગનાટ જોવા મળ્યો હતો. ‘ઝંડા ઊંચા રહે હમારા’ના નારા સાથે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
અહી આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, હુ કીવમાં ફસાયો હતો, અમને માહિતી મળી કે માત્ર ભારતીય ધ્વજ બતાવીને તમે સલામત રીતે નીકળી શકો છે તે જાણીને અમે નીકળી પડ્યા હતા. પીએમ મોદીના કારણે અમે સલામત રીતે અહી પહોંચ્યા હતા. અન્ય એક વિદ્યાર્થીનીએ કહ્યુ કે, અમને ભરોસો હતો કે ઈન્ડિયન એમ્બેસી અમને મદદ કરશે. અમે ખુશ છીએ કે એહી પહોંચી ગયા છે. અમારા માતાપિતાને રાહતનો શ્વાસ થયો છે. મોદીજી આવી રહ્યા તે જાણીને અમને ખુશી થઈ તેથી અમે અહી આભાર વ્યક્ત કરવા આવ્યા. સાથે જ વિદ્યાર્થીઓએ નારો લગાવ્યો હતો કે, યુક્રેન સે લાયા મેરા દોસ્ત, મોદીજી કો સલામ કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે