Surat: ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે આવેલા સેલ્ફી પોઈન્ટ પર છત્રીની ચોરી

આ જગ્યા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘર સામે આવી છે. પરંતુ હવે અહીં છત્રીની ચોરી થઈ છે. 
 

Surat: ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે આવેલા સેલ્ફી પોઈન્ટ પર છત્રીની ચોરી

તેજસ મોદી, સુરતઃ સુરત શહેરની સુંદરતામાં વધારો કરવા માટે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. એક બ્રિજ નીચે અહીં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં મોટા અક્ષરોમાં સુરત લખેલું છે. તો ત્યાં છત્રીઓથી સેલ્ફી આકર્ષક બનાવવા માટે ખાસ ડિઝાઇન બનાવવામાં આવી છે. આ જગ્યા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘર સામે આવી છે. પરંતુ હવે અહીં છત્રીની ચોરી થઈ છે. 

20 ફૂટ ઊંચેથી છત્રીઓની ચોરી
અસામાજીક તત્વોએ મોડી રાતે ત્રાટકી બ્યુટિફિકેશન માટે બ્રિજના ડેકની નીચે લગભગ 20 ફૂટ ઉંચી રંગબેરંગી છત્રીઓ લઈ ભાગી ગયા હતા. દિવાળી વેકેશનને કારણે, બ્યુટીફિકેશન ઝોન લોકોને ટોળામાં આકર્ષે છે, જ્યાં તેઓ એક્ટિવિટી ઝોન અને ગાર્ડન એરિયામાં ચિત્રો અને સેલ્ફી ક્લિક કરે છે.

ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે ચોરીની ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર સુરત શહેરમાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં સેલ્ફી લેવા માટે અનેક વસ્તુ શણગારવામાં આવી છે. આ જગ્યા પર સુરત પણ લખેલું છે. જ્યાં લોકો સેલ્ફી પડાવતા હોય છે. પરંતુ આજે અહીં ઉપર શો માટે રાખવામાં આવેલી છત્રીની ચોરી થઈ છે. ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે જ છત્રીની ચોરી થતા સેલ્ફી પોઈન્ટની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યાં છે. આ ઘટના બાદ મેયર બેમાલી બોઘાવાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા. મેયરે સુરક્ષા માટે યોગ્ય સૂચના આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news