ડ્રાઇવરના સ્વાંગમાં રેકી કરી માત્ર મોજશોખ માટે ચોરી કરતો આરોપી ઝડપાયો

ડ્રાઇવરના સ્વાંગમાં રેકી કરી માત્ર મોજશોખ માટે ચોરી કરતો આરોપી ઝડપાયો

* મોજશોખ માટે ઘરફોડ ચોરી કરતો શખ્સ  ઝડપાયો
* રાત્રી ના સમયે ગ્રીલ કે પતરા કાપી ચોરીને આપતો અંજામ
* ગોડાઉન અને ઘરમાં વર્ષ ૨૦૧૭ થી  કરતો ચોરી
* અમદાવાદ ગ્રામ્ય LCB એ અસલાલી વિસ્તારમાંથી કરી ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના પૂર્વનાં અનેક વિસ્તારોમાં રાત્રી ના સમયમાં દુકાનો અને ઘરની બહાર મારેલા લોકને અનલોક કરી ચોરી કરતો આરોપી ઝડપાયો છે. માત્ર બે શખ્સોની આ ગેંગ મોજશોખ માટે મિત્ર સાથે મળીને ચોરી કરતો. મૂળ રિક્ષા ડ્રાઈવર અને છેલ્લા 4 વર્ષથી ચોરીનાં રવાડે ચડેલો આ આરોપી કોણ છે. 

પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપીને જુઓ  તેની પર આરોપ છે સંખ્યાબંધ ઘરફોડ ચોરીનો. આરોપીનું  નામ છે છોટુ પવાર. નામ ભલે છોટુ હોય પણ 30 વર્ષની ઉમર ક્રાઇમની દુનિયામા ઘરફોડ ચોરી કરીને આરોપીએ ઘણા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. આરોપી છોટુ પવાર પત્ની અને 5 બાળકો સાથે નારોલમા 25 વર્ષથી રહે છે. પહેલા સ્વીપર પછી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પણ આટલા પૈસા પરિવાર નું ગુજરાન ચલાવવા અને પોતાના મોજશોખ માટે પૂરતા નોહતા એટલે છોટુએ ચોરી કરવાનું શરુ કરી દીધું. 

નારોલ અસલાલી સહિત પૂર્વના વિસ્તારમાં રાત્રીના સમયે  ચોરી કર્યા બાદ જ આરોપીની સવાર પડતી. અને વધુ ગોડાઉન અને ઘરને ટાર્ગેટ બનાવતો. મોટા ભાગની ચોરીમા આરોપી ગોડાઉનની બાલકની અને પતરા તોડીને ચોરી માટે પ્રવેશતો અને ગોડાઉનમાં રાખેલ સમાન લઈને ફરાર થઈ જતો. માત્ર ગોડાઉન પણ બંધ મકાનને પણ ટાર્કેટ બનાવી ચોરીને અજામ આપતો. આરોપીની પ્રાથમિક તપાસ દરમિયાન સાતેક જેટલી ચોરીને અજામ આપી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. જયારે ચોર ગેંગનો અન્ય એક સાગરિત પોલીસ પકડથી દુર છે. મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલ આરોપીને પોલીસે  જેલ હવાલે કર્યો  છે. આરોપીએ ચોરી માટે અપનાવેલ ટ્રિક જો મહેનત કરીને કમાવવા માટે અપનાવી હોત તો અત્યારે જેલના સળિયા કદાચ ના ગણવા પડતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news