aravalli district

જો નર્મદાનું પાણી નહી છોડવામાં આવે તો અરવલ્લી જિલ્લો પાણી માટે ચોમાસું હોવા છતા ટળવળશે

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણીં અછત સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક,માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ ઓછો છે. મોડાસા શહેર પાસે આવેલ માઝુમ જળાશયમાં પાણીનો જથ્થો 36 ટકા છે. જેના કારણે વરસાદ ન પડયો તો મોડાસા શહેર માટે પીવાનું પાણી મળવું મુશ્કેલ બનશે. બીજી તરફ આ જળાશયના આધારે ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું સિંચાઈ વિભાગ માટે પણ કઠિન છે. ખેડૂતો સાથે વાતચીતમાં ખેડૂતોએ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવા માંગણી કરી છે. જેથી ચોમાસુ ખેતી નિષ્ફળ ગયા બાદ શિયાળુ ખેતી માટે એક આશા ઉભી થઇ શકે.

Aug 2, 2021, 11:02 PM IST

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને થશે મોટો લાભ, મુખ્યમંત્રીએ ઉદ્દવહન સિંચાઇ યોજનાને આપી મંજૂરી

આ યોજના અંતર્ગત  મેઘરજના ૧૯, માલપુરના ૩૬ અને મોડાસાના ૫ તળાવ  મળી કુલ ૪૮ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ઉદ્દવહન સિંચાઇ મારફતે ભરવામાં આવશે.

Jun 6, 2021, 03:48 PM IST
Fertilizers 'Not For Sale' in Aravalli District  PT6M30S

જાણો કેમ અનેક જિલ્લાઓમાં ખાતરના વેચાણ પર લગાવવામાં આવી રોક

અરવલ્લી જિલ્લામાં DAPના જથ્થાનું વેચાણ બંધ કરાયું છે. મોડાસા, મેઘરજ સહિત તમામ જિલ્લામાં ખાતરના વેચાણ પર રોક લગાવવામાં આવી છે. DAPમાં 300થી 400 ગ્રામ ખાતર ઓછું મળતા હાલ NOT FOR SALEના બોર્ડ લગાવી દેવાયા છે. રાજકોટ અને જેતપુર યાર્ડમાં ખાતરના જથ્થાનું વજન ઓછું હોવાન કારણે હવે અરવલ્લીમાં પણ ખાતરના વેચાણ પર રોક લગાવવામાં આવી છે.

May 9, 2019, 07:05 PM IST

ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના આ ખેલાડી, સરકાર પાસે માગી મદદ

અરવલ્લી જિલ્લામાં આવો જ એક ખેલાડી બાબુભાઇ પનોચા જે દેશ માટે કંઇક કરવાની ક્ષમતા રાખે છે અને તે હાલ પોતાની ક્ષમતા પર 2020માં જાપાનમાં યોજાનાર ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યો છે.

Dec 27, 2018, 06:32 PM IST

પ્રેમી, પોલીસ અને કોર્ટ : ગુજરાતના નાના ગામની દુશ્મનીથી રંગેલી લવસ્ટોરી!

કહેવાય છે કે લગ્ન એ બે વ્યક્તિની સાથે સાથે બે પરિવારનું પણ મિલન છે

Mar 9, 2018, 05:55 PM IST