ઉત્તર પ્રદેશના BJPના ધારાસભ્યએ સુરતમાં IAS-IPS વિશે કર્યું વિવાદિત નિવેદન
Trending Photos
ચેતન પટેલ/સુરત :ઉત્તરપ્રદેશ થી સુરત સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભાજપી ધારાસભ્યએ આઈએએસ અને આઇપીએસ અધકારીઓને ભ્રષ્ટ ગણાવતા મોટો વિવાદ ઉભો થયો છે. તેમના આ નિવેદનનો વીડિયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેમના આ નિવેદન બાદ આઈએએસ અને આઇપીએસ અધિકારીઓમાં અંદરોઅંદર રોષની લાગણી પ્રવર્તી રહી હોવાનું હાલ જાણવા મળ્યું છે.
રાજકારણમાં અલગ અલગ પક્ષના નેતાઓ પોતાના ભાષણમાં સમયાંતરે વિવાદીત નિવેદનો આપવામાં હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પછી તે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી અન્ય પક્ષના નેતાઓ હોય. ત્યાં વધુ એક વિવાદનો મધપૂડો ઉત્તરપ્રદેશથી સુરત સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નેતાએ છેડ્યો છે. જોકે આ વખતે આ નેતા કોઈ અન્ય પાર્ટીના નહિ, પરંતુ કેન્દ્રમાં રહેલી મોદી સરકારના જ એક ધારાસભ્ય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત ખાતે યોજાયેલ ઉત્તર ભારતીય સમાજના એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ બદલાપુરના ધારાસભ્ય સુરેશ મિશ્રાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે.
ચાર દિવસમાં તીડ નિયંત્રણમાં આવશે તેવો કૃષિ વિભાગનો દાવો, હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા પાછળ આપ્યું કારણ
1 મિનિટ અને 44 સેકન્ડના વાયરલ વીડિયોમાં તેમણે આઈએએસ અને આઇપીએસ અધિકારીઓને ભ્રષ્ટ ગણાવી દીધા છે. વીડિયોમાં તેઓ જણાવે છે કે, આજે દરેક લોકોમાં નેતાઓ પ્રત્યે એક ભ્રમ છે કે નેતાઓ ગુંડા, ચોર અને બદમાશ હોય છે. કોઈ બિઝનેસમેન આજે નેતા બનવા આગળ નથી આવતા. માતા -પિતા ઈચ્છે કે છે તેનો દીકરો ડોકટર, એન્જિનિયર બને. એકવાર પોતાના દીકરાને નેતા તો બનાવી જુઓ. શા માટે નેતાઓ પર જ આંગળી ચીંધવામાં આવે છે. ફક્ત આઈએએસ અને આઇપીએસ બનાવવા છે, પરંતુ આઈએએસ અને આઇપીએસથી વધુ ભ્રષ્ટ કૌન છે ? તેવા સવાલ તેમણે પોતાના ભાષણમાં ઉઠાવ્યા હતા. જો કે તેમના આ નિવેદન લઈ હવે રાજકારણ ગરમાય નહિ તો નવાઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે