રાજકોટની અંબા માટે પીગળી ગયું સીએમ વિજય રૂપાણીનું દિલ, લીધો મોટો નિર્ણય

બુધવારે સવારે નવજાત બાળકી મળી આવ્યા બાદ આજી ડેમ પોલીસ ચોકીમાં અજાણી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફૂલ જેવી બાળકી પર અત્યાચાર આચરનાર આ જનેતા સામે રાજ્યભરમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. 

રાજકોટની અંબા માટે પીગળી ગયું સીએમ વિજય રૂપાણીનું દિલ, લીધો મોટો નિર્ણય

રક્ષિત પંડ્યા, રાજકોટ : રાજકોટના થેબચડા ગામમાંથી મળેલી નવજાત બાળકી વિશે હાલમાં ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આ નવજાત બાળકીનું નામ પોલીસ કમિશનરે અંબા રાખ્યું છે. આ બાળકીને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરી છે. આ બાળકી માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવેદના દાખવી છે અને તેમણે અંબાને તબિયત જાણવા માટે તેની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે. આ મુલાકાત પછી સીએમએ બાળકીની તમામ સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે એવી જાહેરાત પણ કરી છે. આ બાળકીની સારવાર કરી રહેલા ડોક્ટર રાકેશ પટેલે જણાવ્યું છે કે બાળકીના લિવરને ઇજા થઈ હોવાના કારણે પેટમાં તકલીફ છે. જોકે સાચી સ્થિતિ વિશે તો બે-ત્રણ દિવસની સારવાર પછી જ ખબર પડશે. 

આ ઘટનાની વિગતો જોઈએ તો શહેરની ભાગોળે ઠેબચડા નજીકથી તરછોડાયેલી નવજાત બાળકીની હાલત બહુ નાજુક હતી. બાળકીને ઝીંકવામાં આવેલા તીક્ષ્ણ ઘામાં ઇન્ફેક્શન થયાનું તબીબી નિદાનમાં ખુલ્યું હતું. ઠેબચડા ગામની સીમમાંથી ગત બુધવારે ક્રિકેટ રમીને જઇ રહેલા યુવકોને બાળકીના રડવાનો અવાજ સંભળાતા તેમની નજર ગઇ હતી અને એક કૂતરું નવજાત બાળકીને મોંમાં લઇને જતું દેખાયું હતું. યુવકોએ પથ્થરમારો કરી કૂતરાંના મોંમાંથી બાળકીને છોડાવીને રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી.

બુધવારે સવારે નવજાત બાળકી મળી આવ્યા બાદ આજી ડેમ પોલીસ ચોકીમાં અજાણી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફૂલ જેવી બાળકી પર અત્યાચાર આચરનાર આ જનેતા સામે રાજ્યભરમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે ચાર ટીમની રચના કરી તપાસના આદેશ કર્યા હતા. ઘટનાને ચાર દિવસ વીતી જવા છતાં પોલીસને હજી દીકરીને તરછોડી દેનારી માતાની માહિતી નથી મળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news