રસીકરણના બીજા ડોઝ માટે વિશેષ અભિયાન, 24 આરોગ્ય કેંદ્ર પર રસીકરણ હાથ ધરાયું

રાજ્ય સરકાર (State Governmet) ની સુચના મુજબ જામનગર (Jamnagar) માં પણ આજે કોરોના (Covid 19) પ્રતિરોધક રસીનો બીજો ડોઝ આપવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાના 24 જેટલા આરોગ્ય કેન્દ્ર પર આજે વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. 
રસીકરણના બીજા ડોઝ માટે વિશેષ અભિયાન, 24 આરોગ્ય કેંદ્ર પર રસીકરણ હાથ ધરાયું

મુસ્તાકદલ, જામનગર: રાજ્ય સરકાર (State Governmet) ની સુચના મુજબ જામનગર (Jamnagar) માં પણ આજે કોરોના (Covid 19) પ્રતિરોધક રસીનો બીજો ડોઝ આપવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાના 24 જેટલા આરોગ્ય કેન્દ્ર પર આજે વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. 

જામનગર (Jamnagar) શહેર કોરોના રસીકરણ મામલે પ્રારંભથી જ અગ્રેસર રહ્યું છે અને શહેરમાં હજુ પણ રસીકરણ અભિયાન (Vaccination campaign) ને વધુ વેગવંતુ બનાવવા માટે આજે ખાસ જે લોકો કોરોના પ્રતિરોધક રસી લેવા માટે બીજો ડોઝ ડ્યૂ થતો હોય તેમને પુરતી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારની સૂચનાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 24 જેટલા આરોગ્ય કેન્દ્ર પર જ ખાસ વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

જેમાં 22 જેટલા કેન્દ્રો પર કોવિશલ્ડ (Covishield) રસી આપવામાં આવી જયારે બે જેટલા કેન્દ્રો પર કોવેક્સિન (Vaccination) રસી આપવામાં આવી હતી. તમામ કેન્દ્રો પર મહત્તમ 250 લાભાર્થીઓની સંખ્યામાં કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news