સાવલી : માતા પર પ્રેમનું પાગલપન એવુ સવાર થયુ કે પોતાના જ વ્હાલસોયાનો જીવ લઈ લીધો
Vadodara Crime News : સાવલીની હચમચાવી દે તેવી ઘટના... એક માતા પર પ્રેમમાં પાગલપન એવુ સવાર થઈ ગયુ કે તેણે પોતાના જ વ્હાલસોયાનો જીવ લઈ લીધો
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :કહેવત છે કે, મા તે મા, બીજા બધા વગડાના વા... પરંતુ આ કહેવતને આજની નવા જમાનાની માતાઓ ખોટી સાબિત કરે છે. હવેની માતાઓ પોતાના સંતાનોનો જીવ લેતા અચકાતી નથી. આવો જ હચમચાવી દેતો બનાવ વડોદરાના સાવલી તાલુકામાં બન્ય છે. સાવલી તાલુકાના પશ્વા ગામે 6 વર્ષના બાળકની હત્યાનો ભેદ ખૂલ્યો છે. જનેતાએ પ્રેમી સાથે મળીને પ્રેમમાં બાધા બનતા દીકરાનો જીવ લીધો હતો, અને પ્રેમીએ તેના કરતા પણ વધુ ક્રુરતા આચરીને તેને સિમેન્ટના થાંભલા સાથે ઊંધો લટકાવી દીધો હતો.
એક માતા પર પ્રેમમાં પાગલપન એવુ સવાર થઈ ગયુ કે તેણે પોતાના જ વ્હાલસોયાનો જીવ લઈ લીધો. સાવલી તાલુકામાં માતા તેમજ પ્રેમી દ્વારા 6 વર્ષ પ્રિન્સ પરમાર નામના પુત્રનું ગળું દબાવી હત્યા કરવામા આવી હતી. પ્રેમ સંબંધમાં બાધારૂપ બની રહેલ 6 વર્ષના બાળકની જનેતાએ જ પ્રેમી સાથે મળીને પોતાના જ બાળકની હત્યા કરી હતી. બાળકની હત્યા કર્યા બાદ સિમેન્ટના થાંભલા સાથે ઊંધો લટકાવી દઇ પ્રેમી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, બંનેના કુકર્મોનો ભેદ આખરે ઉકેલાયો હતો.
સાવલી પોલીસે ગણતરીની મિનિટોમાં જ બાળકીને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. સાવલી પોલીસ હત્યારી જનેતા તેમજ પ્રેમીની ધરપકડ કરી બંને હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. 6 વર્ષના બાળકની હત્યાથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે