આ સુંદર ચહેરા પર ન જતા, કામવાળી પર ભરોસો રાખતા પહેલા વડોદરાની લૂંટનો આ કિસ્સો જરૂર વાંચો

Updated By: Aug 3, 2021, 12:10 PM IST
આ સુંદર ચહેરા પર ન જતા, કામવાળી પર ભરોસો રાખતા પહેલા વડોદરાની લૂંટનો આ કિસ્સો જરૂર વાંચો
  • બંગલામાં લૂંટ ચલાવવાના બનાવમાં 19 વર્ષીય કામવાળી ડિમ્પલ સોનીએ લૂંટની યોજનાને અંજામ આપવા માસ્ટર પ્લાન બનાવ્યો
  • બંગલામાં કોઇ ઓળખી ના જાય તે માટે ડિમ્પલે જેન્ટસના કપડાં પહેર્યા હતા. લૂંટ ચલાવ્યા બાદ બૂમરાણ મચતાં તેઓ ભાગી છૂટયા
  • લૂંટના દિવસે બપોરે ડિમ્પલ ડ્રેસ પહેરીને જાણે કાંઇ જાણતી ન હોય  તે રીતે કામે આવી ગઇ હતી

ઝી મીડિયા/બ્યૂરો :વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તમે ઘરની કામવાળી પર ભરોસો મૂકવાનું છોડી દેશો. અથવા તો તેના પર ભરોસો મૂકતા પહેલા સો વાર વિચારશે. વડોદરાના કારેલીબાગ વિસ્તારના એક ઘરમા બનેલી લૂંટની ઘટનામાં કામવાળીની સંડોવણી સામે આવી છે. દિવસે સાદા કપડા પહેરીને કામ કરવા આવતી કામવાળી લૂંટને અંજામ આપવા પેન્ટ-શર્ટ પહેરીને સ્ટાઈલિશ અંદાજમાં આવી હતી. પણ આખરે કામવાળીનો ભેદ ખૂલ્યો હતો. 

આ પણ વાંચો : ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલાનો અંદરથી આવો છે નજારો

પરોઢિયે પાંચ વાગ્યે બંગલામાં ત્રાટક્યા હતા લૂંટારુ 
પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગ વિસ્તારના મુખ્ય રોડ પર સોનાલી સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં હાઈપ્રોફાઈલ બંગલા આવેલા છે. જેમાં એક બંગલામાં ડો.પ્રવીણ ગોરનો પરિવાર રહે છે. ગઈકાલે સવારના સમયે પરોઢિય પાંચ વાગ્યે તેમના બંગલામાં કેટલાક લૂંટારુઓ ત્રાટક્યા હતા. પરિવારના મોભી રંજનબહેન ગૌર જાગ્યા ત્યારે તેમણે કિચનની લાઈટ ચાલુ જોઈ હતી. તેથી તેમણે બૂમ પાડી હતી. આ જોઈ લૂંટારુઓ ભાગી ગયા હતા. તેઓએ રંજનબેનને ધક્કો મારીને પાડી દીધા હતા અને તેમના મોંઢે ચાદર નાંખી હતી. 

આ પણ વાંચો : ઘેંટા ચરાવતો પાકિસ્તાની છોકરો રણમાં રસ્તો ભટકીને ગુજરાત આવી ચઢ્યો

પુત્ર જાગી જતા લૂંટારુઓ ભાગ્યા 
આ બાદ લૂંટારુઓએ રિવોલ્વર બતાવીને રંજનબેન પાસેથી તિજોરીની ચાવી માંગી હતી. તેમની પાસેથી ચાવી લઈને લૂંટારુઓએ ઘરમાંથી 2.63 લાખની લૂંટ ચલાવી હીત. જેમાં લૂંટારુઓએ સૌથી પહેલા રંજનબેને પહેરેલા દાગીનાની લૂંટ ચલાવી હતી. જેમાં ચાર વીંટી ( જે અંદાજે દોઢ તોલાની હતી)  તેમજ સોનાની ઘડિયાળ (બે તોલા),પાટલો અને બુટ્ટી સામેલ હતી. આ દરમિયાન રંજનબેનનો પુત્ર જયદીપ જાગી જતા તેણે બૂમો પાડી હતી. આ બાદ સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યો હતો અને લૂંટનો ખેલ ખુલ્લો પડ્યો હતો. 

આ પણ વાંચો : કોરોનાની વધુ એક સાઈડ ઈફેક્ટ, દિવસમાં 100 થી વધુ વાળ ઉતરે તો ચેતી જજો 

ચોરી કરવા કામવાળીનો માસ્ટર પ્લાન 
સિક્યુરિટી ગાર્ડ અને જયદીપે મળીને એક લૂંટારુને પકડી પાડ્યો હતો. ઘટના બાદ પોલીસને તાત્કાલિક જાણ કરાઈ હતી. જેમાં લૂંટારુ આકાશ સંજય રાવલ હોવાનું ખૂલ્યું હતું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે, આ લૂંટનો પ્લાન રંજનબેનના ઘરે કામ કરવા આવતી કામવાળીએ જ બનાવ્યો હતો. આખી લૂંટનો માસ્ટર પ્લાન 19 વર્ષીય  કામવાળી ડિમ્પલે સોનીએ બનાવ્યો હતો. લૂંટમાં તેણે આકાશ રાવલ અને અર્જુન ખારવાને પણ સામેલ કર્યો હતો. પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે.  

લૂંટના બીજા દિવસે કંઈ બન્યુ ન હોય તેમ કામવાળી આવી 
બંગલામાં લૂંટ ચલાવવાના બનાવમાં 19 વર્ષીય કામવાળી ડિમ્પલ સોનીએ લૂંટની યોજનાને અંજામ આપવા માસ્ટર પ્લાન બનાવ્યો હતો. કામવાળી ડિમ્પલે જ લૂંટ માટે બંગલાની ચાવીની વ્યવસ્થા કરી હતી. કોઇ ઓળખે નહિ તે માટે ડિમ્પલે પેન્ટ-શર્ટ પહેર્યા હતા. બંને લૂંટારુઓએ ટેરેસ પરથી નીચે ઉતરી બારણું ખોલતાં ડિમ્પલ અંદર આવી હતી. જ્યારે અર્જુન બહાર વોચમાં રહ્યો હતો. બંગલામાં કોઇ ઓળખી ના જાય તે માટે ડિમ્પલે જેન્ટસના કપડાં પહેર્યા હતા. લૂંટ ચલાવ્યા બાદ બૂમરાણ મચતાં તેઓ ભાગી છૂટયા હતા. લૂંટના દિવસે બપોરે ડિમ્પલ ડ્રેસ પહેરીને જાણે કાંઇ જાણતી ન હોય  તે રીતે કામે આવી ગઇ હતી.

આ પણ વાંચો : જે-જે નદીઓમાં ભગવાન સ્વામીનારાયણે સ્નાન કર્યુ હતું, તેમાં હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ વિસર્જન કરાશે