Gujarat: આ શહેરમાં માણસો અને મગર વચ્ચે છે મિત્રતા, મગરના બેસણામાં સફેદ વસ્ત્રો પહેરી પહોંચ્યા લોકો

અહીં શહેર વચ્ચેથી જ્યાં નદી પસાર થાય છે ત્યાં મગર માણસો પર હુમલો કરતો નથી. જ્યારે મગર નદી કિનારે બેઠ્યો હોય અને જો માણસ જાય તો મગર નદીમાં જતો રહે છે.

Gujarat: આ શહેરમાં માણસો અને મગર વચ્ચે છે મિત્રતા, મગરના બેસણામાં સફેદ વસ્ત્રો પહેરી પહોંચ્યા લોકો

હાર્દિક દીક્ષિત, વડોદરા: એશિયા (Asia) માં વડોદરા (Vadodara) એક માત્ર એવું શહેર છે કે જ્યાં મગરો (Crocodile) માનવ વસ્તી વચ્ચે નિવાસ કરે છે. વડોદરા (Vadodara) શહેર ની વિશ્વામિત્રી નદી માં વસતા મગરો એ વડોદરા શહેરને દેશ દુનિયામાં આગવી ઓળખ અપાવી છે. ત્યારે આ ઐતિહાસિક ધરોહર ધરાવતી નગરીમાં વિશ્વામિત્રીમાં એક બાદ એક મગરો (Crocodile) મૃત્યુ પામવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

છેલ્લા બે મહિનામાં ચારથી વધુ મગરો મોતને ભેટ્યા છે. જેની પાછળ તેમનું આશ્રય સ્થાન જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાવાગઢના પહાડોને ચીરી શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીનું અસ્તિત્વ ભૂંસાઈ જવાના આરે છે. નદીમાં અસહ્ય ગંદકી ડ્રેનેજના છોડાતા દૂષિત પાણીના કારણે એક સમયે પવિત્ર નદી તરીકેની ઓળખ ધરાવતી નદીની હાલત દયનિય બની છે.
No description available.
Gujarat: 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, આ તારીખ સુધી રહેશે અમલ

ગત તારીખ 10 ઓગષ્ટ ના રોજ શહેરના કાલાઘોડા પાસે આવેલા વિશ્વામિત્રી (Vishwamitri River) ઘાટ પાસે એક મહાકાય મગરનું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. નદીમાં મગરની તરતી લાશ જોઈ પ્રત્યક્ષદર્શીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અગાઉ પણ નદીમાં મગર, કાચબા, માછલીઓના આકસ્મિક મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
No description available.

સ્થાનિક તંત્રના ઉદાસીન વલણના કારણે હાલ વિશ્વામિત્રી નદી (Vishwamitri River) ની હાલત બત થી બત્તર થઈ ચૂકી છે. પર્યાવરણ પ્રેમીઓની અનેક રજુઆત છતાં નદીની યોગ્ય જાળવણી થઈ રહી નથી. જેથી તંત્રની આંખો ખોલવા આજ રોજ કેટલાક જીવદયા પ્રેમીઓ તેમજ વન્ય પ્રેમીઓ દ્વારા મૃતક મગરનું નદીના જે ઘાટ પાસે મૃત્યુ નીપજ્યું હતું તે જ સ્થળે શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મગરના બેસણામાં સફેદ વસ્ત્રો ધારણ કરી શહેરના નાગરિકોએ હાજરી આપી મૃતક મગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ નદીની યોગ્ય જાળવણી કરવા અપીલ કરી હતી જેથી પર્યાવરણ એ આપેલા કિંમતી વારસા ની. જાળવણી કરી શકાય.
No description available.
Jail Bhajiya House ને મળશે હેરિટેજ લુક સાથે 5 સ્ટાર હોટલ, આવો હશે કોન્સેપ્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે અહીં વડોદરાવાસી (Vadodara) અને મગર (Crocodile) વચ્ચે અનોખા સંબંધ છે. અહીં શહેર વચ્ચેથી જ્યાં નદી પસાર થાય છે ત્યાં મગર માણસો પર હુમલો કરતો નથી. જ્યારે મગર નદી કિનારે બેઠ્યો હોય અને જો માણસ જાય તો મગર નદીમાં જતો રહે છે. પહેલાં  સ્લમ એરિયાના લોકો જે નદી કાંઠે વસવાટ કરતા હતા. જે લોકો નદીના કિનારે ટોયલેટ જતા હતા ત્યારે નદીમાં એક પથ્થર મારતા હતા જેથી મગર નદીના કિનારેના મગરો એલર્ટ મળી જતું હતું કે લોકો આવી રહ્યા છે અને તેઓ તરીને નદીના સામા કાંઠે જતા રહેતા હતા. અહીંના મગરો માનવીભક્ષી નથી. અહીં માણસો અને મગરો વચ્ચેના પુરાવા મળે છે.  ભાગ્યે જ મગરે કોઇ માનવીને નુક્સાન પહોંચાડ્યું હોય એવી ઘટના સામે આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news