વડોદરાઃ ઢાંઢર નદી બની ગાંડીતુર, ડભોઈ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા

Vadodara Flood Update: સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વડોદરા જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 

વડોદરાઃ ઢાંઢર નદી બની ગાંડીતુર, ડભોઈ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા

વડોદરા, ચિરાગ જોષીઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદને કારણે મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. તો હવામાન વિભાગ દ્વારા પણ 11થી 15 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા શહેર તથા જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં વરસાદને કારણે ઢાંઢર નદી ગાંડીતુર બની છે. તો ડભોઈ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 

ડભોઈ તાલુકામાં ભારે વરસાદ
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સતત પડી રહેલા વરસાદને કારણે ઢાંઢર નદી ગાંડીતુર બની છે. તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ડભોઈ તાલુકાના લુણાદરા, કબીરપુરા, અમરેશ્વર, બંબોજ, બંબોજ વસાહત સહિતના ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ઢાંઢર નદીમાં નવા પાણીની આવક થવાને કારણે આબુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તો બંધ થતા 7 ગામના લોકોને અસર થઈ છે. 

No description available.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news