તમારી લાડલીને અમેરિકા પરણાવતા પહેલા આ વાંચી લેજો, વડોદરાની યુવતીને થયો લગ્નનો કડવો અનુભવ
America Dream : એક ગુજરાતી યુવતીને અમેરિકામાં લગ્ન કર્યા બાદ એવો અનુભવ થયો કે, સપનામાં ય અમેરિકાના નામથી થરથર કાંપે છે
Trending Photos
Vadodara News : આજે પણ ગુજરાતમાં અનેક યુવતીઓ અમેરિકા, કેનેડાના યુવકો સાથે લગ્ન કરીને ત્યાં સ્થાયી થવાના ખ્વાબ જુએ છે. વિદેશનો મુરતિયો આવે એટલે હા પાડી દેવાની. પરંતુ વિદેશ જતી દરેક દુલ્હનને સુખ મળતુ નથી. કેટલાક યુવતીઓને લોહીના આસું રડવાનો વારો આવ્યો. વડોદરાની યુવતીએ ગાંધીનગરના પરિવાર સામે ફરિયાદ નોંધાવી. જેમાં તેણે અમેરિકામાં રહેતા પતિ સામે આક્ષેપો મૂક્યા કે, તેના પતિએ તેની સાથે અમેરિકામાં મારઝૂડ કરી હતી. એટલુ જ નહિ, આફ્રિકન વસ્તીમાં એકલી જીવવા મજબૂર કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ખોડિયાર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2019 માં અમેરિકાના શિકાગો શહેરમાં રહેતા વિપુલસિંહ કનકસિંહ વાઘેલા નામના એક યુવક સાથે થયા હતા. લગ્નમાં સાસરિયાઓ દ્વારા સોનું અને અન્ય સામાન સાથે દહેજ લેવામાં આવ્યું હતું. પરંતું લગ્ન બાદ પરિણીતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. તેને વર્ષ 2020 માં અમેરિકાની વિઝા મળતા તે પતિ પાસે જતી રહી હતી.
પરંતું સુખી સંસારના ખ્વાબ જોતી પરિણીતાના અમેરિકામાં સપના ચકનાચૂર થયા હતા. લગ્ન બાદ તેમને એક સંતાન થયું. પતિ તેની સાથે મારઝૂડ કરવા લાગ્યો. રૂપિયા માંગવા પર પતિ લાફા મારતો. લગ્નના બે વર્ષ બાદ યુવતી ભારત પરત ફરી તો તેને પતિના લગ્નેત્તર સંબંધોની જાણ થઈ હતી. ત્યારે સાસરીવાળાએ જવાબ આપ્યો હતો કે, આવા સંબંધો તો અમેરિકામાં હોય છે જ.
આ બાદ સાસરીમાં આવેલી પરિણીતાને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરાયુ હતું. આમ, વડોદરાની પરિણીતાએ પતિ વિપુલસિંહ કનકસિંહ વાઘેલા અને કાકા સસરા કિરણસિંહ વાધેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે