વડોદરામાં કાળઝાળ ગરમીએ ભ્રષ્ટાચારી અધિકારીઓને ખુલ્લા પાડ્યા! અનેક જગ્યાએ મીણની જેમ રોડ પીગળ્યો

એક રોડ પિગળે તો ઠીક પરંતુ અહિતો શહેરમાં માત્ર એક જ દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ રોડ પરનો ડામર પીગળવાની ઘટના સામે આવી છે. સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજ્યના સૌથી મોટા અટલ બ્રિજ નીચેના સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની છે.

વડોદરામાં કાળઝાળ ગરમીએ ભ્રષ્ટાચારી અધિકારીઓને ખુલ્લા પાડ્યા! અનેક જગ્યાએ મીણની જેમ રોડ પીગળ્યો

હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરામાં પડી રહેલી કાળઝાળ ગરમીએ રોડ શાખાના અધિકારીઓને શરમાવે તેવું કામ કર્યું છે. શહેરમાં આકરા તડકાના કારણે ઠેરઠેર રોડ પિગડવાની ફરિયાદો ઊઠી છે. જેના કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 

વડોદરાની વાત કરવામાં આવે તો ઉનાળાના આકરા તાપે શહેરના રોડ શાખાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરની કટકી મારવાની નીતિને ખુલ્લી પાડી દીધી છે. શહેરમાં એક રોડ પિગળે તો ઠીક પરંતુ અહિતો શહેરમાં માત્ર એક જ દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ રોડ પરનો ડામર પીગળવાની ઘટના સામે આવી છે. સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજ્યના સૌથી મોટા અટલ બ્રિજ નીચેના સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની છે. ઉનાળાના આકરા તડકાના કારણે અહી સર્વિસ રોડ પીગળી ગયો છે.

ઉલ્લેખનીય છે કે હાલ વડોદરામાં એટલી પણ આકરી ગરમી નથી પડી રહી. જેના કારણે રોડ પીગળી જાય, અહી રોડ પીગળવાનું કારણ કઈક જુદું છે. રોડ બનાવતી વેળાએ કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરતા અહી રોડ પીગળવાની ફરિયાદ ઉઠી છે. જોકે કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ સુધારવા રસ્તા પર રેતી તો નાખી પરંતુ કોન્ટ્રાકટરની ભ્રષ્ટાચાર છુપાવવાની આ તરકીબ પણ અહી નક્કામી સાબિત થઈ હતી. આજ પ્રમાણે મનીષા ચોકડી થી ભાયલી તરફ જવાના માર્ગે પણ રોડ પીગળવા ફરિયાદ સામે આવી હતી. જેના કારણે અહીથી પસાર થતા વાહનચાલકોએ અકસ્માતના ઓથા હેઠળ અહીથી પસાર થવાની ફરજ પડી હતી.

ત્રીજા રોડની વાત કરવામાં આવે તો ભાયલી વિસ્તારમાં તો આખે આખો રોડ જ પીગળી ગયો હતો. રોડ પર જાણે ડામરના રેલા નીકળતા હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઉલ્લેખનીય છે કે ભાયલી વિસ્તારમાં માત્ર બે મહિના પૂર્વે જ આ રોડ બનાવાયો હતો. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે બે મહિના પૂર્વે બનાવેલા રોડનું પાચ પાચ વખત સમારકામ કરવામાં આવ્યું છતાં રોડની સ્થિતિ સુધરી નથી. જ્યારે પણ અહી રોડ બનાવાય છે ત્યારે કોન્ટ્રાકટ દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે. રોડ શાખાના અધિકારીઓને ગુણવત્તા ચકાસવાની ફુરસત નથી એના કારણે કોન્ટ્રાકટરને કટકી મારવા માટે મોકળું મેદાન મળી જાય છે.

વડોદરામાં ઠેરઠેર રસ્તા પરના ડામર પીગળવા ની ફરિયાદ ઉઠી છે, ત્યારે સમગ્ર મામલે વિપક્ષે જંપ લાવ્યું છે. સમગ્ર મામલે વિપક્ષના નેતા અમીબેન રાવતે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે હજુ તો 40 ડીગ્રી તપમાન પહોંચી રહ્યું છે. ત્યાં માર્ગો પર ડામર પીગળી રહ્યો છે તે ગંભીર બાબત છે. 42 થી 45 ડીગ્રી તાપમાનમાં આવું થઈ શકે, હાલ રોડની જે સ્થિતિ છે તે જોઈ ને શંકા ઉપજે છે. કોન્ટ્રાકટર દ્વારા ડામર ક્વોલિટી યુક્ત નહિ બલ્કે હલકી ગુણવત્તાનો વાપરવામાં આવ્યો હોય શકે. ત્યારે સમગ્ર મામલે કમિશનરને પત્ર લખી ઇન્કવાયરી સેટઅપની માંગ કરવામાં આવશે. ડામરની ક્વોલિટીનો ટેસ્ટ કરવો જોઈએ. જો સેમ્પલના રિપોર્ટ ટેન્ડરની શરતો મુજબ ના આવે તો ઇજારદારને બ્લેક લિસ્ટ કરવો જોઈએ.

વિપક્ષના ગંભીર આક્ષેપો બાદ શહેરના મેયર નિલેશ રાઠોડે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, ન્યુઝ ચેનલોના માધ્યમથી આ વિષય જાણ્યા બાદ મેં અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ગરમીને કારણે ડામર પીગળે એ સ્વાભાવિક છે છતાં અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. વિપક્ષ -વિપક્ષનું કામ કરે, અમે તપાસ કરીશું તેમાં શુ આવે છે ત્યાર પછી એક્શન લઈશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news