આયેશાના પતિ અંગે અમદાવાદના અનેક વિસ્તારોમાં પોસ્ટર, પિતાએ કહ્યું કરોડો રૂપિયા છતા પણ માફી નહી
આઇશા નામની યુવતીએ કરેલા આપઘાતના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઇશા દ્વારા આપઘાત અગાઉ આરિફ સાથે વાત કરવામાં આવી હતી. આઇશાને સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો. જેને લઇ જવાની મનાઇ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા માટે રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી ચુકી છે. જો કે આયેશાના વાયરલ થયેલા વીડિયો બાદ આરીફ ભાગી છુટ્યો હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
અમિત રાજપુત/અમદાવાદ : આઇશા નામની યુવતીએ કરેલા આપઘાતના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઇશા દ્વારા આપઘાત અગાઉ આરિફ સાથે વાત કરવામાં આવી હતી. આઇશાને સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો. જેને લઇ જવાની મનાઇ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા માટે રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી ચુકી છે. જો કે આયેશાના વાયરલ થયેલા વીડિયો બાદ આરીફ ભાગી છુટ્યો હોવાનું સામે આવ્યું છે.
આરીફ સંબંધીના લગ્ન પ્રસંગમાં હતો. ત્યાંથી જ તે ભાગી છુટ્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ આ બાબતે જાણકારી મેળવવા પ્રયાસો કરી રહી છે. આ અંગે આયેશાના પિતાનો દાવો છે કે, તેઓ કોઇ પણ ભોગે આયેશાના પતિને માફ કરવા માટે તૈયાર નથી. તેમના અનુસાર કોઇ રૂમ ભરીને નાણા આપે તો પણ તેને ક્યારે પણ માફ નહી કરે. સંબંધીના લગ્ન પ્રસંગમાં હતો. મારી દીકરીને આત્મહત્યા કરવા માટે તેણે મજબુર કરી છે. તેનું જીવન દોઝક બનાવી દીધું છે. મારી દીકરીના હત્યાનારે ફાંસી થવી જોઇએ.
આ અંગે આપણી આસપાસજાહેરાતોના સંખ્યાબંધ બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે. જેમાં તેના પતિને ફાંસીની સજા ફટકારવાની માંગ કરવામાં આવી રહ્યા છે. સમાજના દુષણ સમાજ દહેજ મુદ્દે જાગૃતી બોર્ડ બનાવવું જોઇએ. આ અંગે એક અલગથી હેલ્પલાઇન બનાવવી જોઇએ. જેમાં દહેજ ઉત્પીડન કાયદો લાવવો જોઇએ. આયેશાનો કિસ્સો તો પ્રકાશમાં આવ્યો છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા વગર જ દબાઇ જાય છે. જરૂરી છે કે, દહેજ ઉત્પીડન અંગે હેલ્પલાઇન બનાવાય તો ઉત્પીડનના અનેક કિસ્સા સામે આવી શકે છે. આવા કિસ્સા નિવારી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે