મહિલા ક્રાઈમ પર લગામ ખેંચશે વડોદરા પોલીસ, રોમિયો દીકરીને હેરાન કરશે તો FRI વિના કાર્યવાહી થશે

છેલ્લા એક વર્ષમાં વડોદરામાં મહિલાઓને લગતા એટલા ક્રાઈમ બન્યા કે શહેરની સંસ્કારી નગરની છબી ખરડાઈ ગઈ છે. મહિલાઓને લગતા ક્રાઈમ સતત વધી રહ્યાં છે. હત્યા, દુષ્કર્મ, છેડતીના કેસ હવે વધે નહિ તે પહેલા જ વડોદરા પોલીસે લગામ ખેંચવાનું નક્કી કર્યુ છે. વડોદરામાં દીકરીઓને હેરાન કરતા રોમિયો પર પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંહે નવી પહેલ કરી છે. જેમાં કોઈ રોમિયો દીકરીને હેરાન કરશે તો FRI વિના કાર્યવાહી થશે.
મહિલા ક્રાઈમ પર લગામ ખેંચશે વડોદરા પોલીસ, રોમિયો દીકરીને હેરાન કરશે તો FRI વિના કાર્યવાહી થશે

રવિ અગ્રવાલ/વડોદરા :છેલ્લા એક વર્ષમાં વડોદરામાં મહિલાઓને લગતા એટલા ક્રાઈમ બન્યા કે શહેરની સંસ્કારી નગરની છબી ખરડાઈ ગઈ છે. મહિલાઓને લગતા ક્રાઈમ સતત વધી રહ્યાં છે. હત્યા, દુષ્કર્મ, છેડતીના કેસ હવે વધે નહિ તે પહેલા જ વડોદરા પોલીસે લગામ ખેંચવાનું નક્કી કર્યુ છે. વડોદરામાં દીકરીઓને હેરાન કરતા રોમિયો પર પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંહે નવી પહેલ કરી છે. જેમાં કોઈ રોમિયો દીકરીને હેરાન કરશે તો FRI વિના કાર્યવાહી થશે.

પોલીસ કમિશનર શમશેર સિંહે કહ્યું કે, પૂર્વ બોયફ્રેન્ડ કે કોઈપણ યુવકો જો યુવતીને હેરાન કરશે તો FRI લીધા વગર કાર્યવાહી કરવામાં આવશે. એટલે કોઈપણ યુવતી ફરિયાદ ન કરવા ઈચ્છતી હોય તો પણ પોલીસ તેમજ શી ટીમ મદદમાં આવશે. કોઈ પણ દીકરીઓ શીટીમની વેબસાઈટ અને મોબાઈલ 74348 88100 પર રજૂઆત કરી શકે છે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલરૂમ નંબર 100 અને 181 અભયમમાં પણ ફરિયાદ કરી શકે છે. જેમાં FRI નોંધ્યા વગર પોલીસ મદદ અને કાઉન્સિલિંગ કરશે. 

મહિલાઓએ ક્યાં સંપર્ક કરવો
મહિલાઓને ફરિયાદ કરવા માટે વડોદરા પોલીસ દ્વારા વિવિધ સંપર્ક આપવામાં આવ્યા છે. જે મુજબ શી ટીમને 7434888100 નંબર પર સંપર્ક કરી શકાશે. તો શી ટીમની એપ્લીકેશન SHE TEAM APP પર પણ સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત અભયમ 181 અને પોલીસ કંટ્રોલ 100 સુવિધા માટે પહેલેથી જ ઉપલબ્ધ છે.

No description available.

(વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ)

શહેર પોલીસ કમિશનરે કહ્યુ કે, માત્ર છેડતી કે અત્યાચારના કિસ્સામાં જ નહિ, પરંતુ મહિલાઓ અન્ય મેટરમાં પણ અમને સંપર્ક કરી શકે છે. પ્રેમ પ્રકરણ કે બ્લેકમેલ જેવા કિસ્સામાં પણ મહિલાઓ પોલીસ પાસે જતા સંકોચ અનુભવતી હોય છે. આવા કિસ્સામાં પણ શી ટીમ મદદે આવશે. શી ટીમ તેઓને તમામ પ્રકારની મદદ પહોંચાડશે. તેમની ઓળખ જાહેર કર્યા વગર તેમની મદદ કરવામાં આવશે. શી ટીમની એપ પર પણ સંપર્ક કરી શકાશે. 

No description available.

ઉલેખનીય છે કે તૃષા સોલંકી હત્યા બાદ વડોદરામાં યુવતીઓ અને મહિલાની સુરક્ષા પર સવાલ ઉઠ્યા હતા. આ પહેલા પણ નવસારીની યુવતી સાથે દુષ્કર્મ, નવલખી દુષ્કર્મના કેસથી વડોદરા પોલીસની બદનામી પણ થઈ છે. ત્યારે આ છબી સુધારવા માટે તથા મહિલાઓને લગતા ક્રાઈમ ઘટાડવા માટે શહેર પોલીસ તત્પર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news