CM યોગી અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓની કરી રહ્યાં છે સમીક્ષા

5 ઓગસ્ટે અયોધ્યામાં થનારા શ્રીરામ જન્મભૂમિ પૂજનના કાર્યક્રમમાં હવે 2 જ દિવસ બચ્યા છે. આવામાં પૂજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા પહોંચ્યા છે. 

Updated By: Aug 3, 2020, 02:55 PM IST
CM યોગી અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓની કરી રહ્યાં છે સમીક્ષા
તસવીર-એએનઆઈ

અયોધ્યા: 5 ઓગસ્ટે અયોધ્યામાં થનારા શ્રીરામ જન્મભૂમિ પૂજનના કાર્યક્રમમાં હવે 2 જ દિવસ બચ્યા છે. આવામાં પૂજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા પહોંચ્યા છે. 

અયોધ્યામાં શરૂ થયું ભૂમિ પૂજન, શ્રીરામ મંદિર નિર્માણ પહેલા 1.25 લાખ વાર થશે શંખનાદ

સીએમ યોગી આ દરમિયાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક કરશે અને કાર્યક્રમની વિસ્તૃત જાણકારી લેશે. આ ઉપરાંત સીએમ યોગી સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ સાથે પણ બેઠક કરશે અને 5 ઓગસ્ટના કાર્યક્રમ સંબંધિત દિશાનિર્દેશ આપશે. 

ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથ 3:50 વાગે સાકેત ડિગ્રી કોલેજ પહોંચીને ત્યાંની વ્યવસ્થા પણ જોશે. સાકેત ડિગ્રી કોલેજમાં પ્રધાનમંત્રી માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. સાંજે 4 વાગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હનુમાન ગઢી જશે. અયોધ્યાના પ્રસિદ્ધ મંદિર હનુમાન ગઢીમાં બજરંગબલીના દર્શન કરવાની સાથે તેઓ ત્યાં તૈયારીઓની માહિતી પણ લેશે. સીએમ યોગી સાંજે 4.30 વાગ્યા સુધી અયોધ્યામાં રહેશે ત્યારબાદ મુખ્યમંત્રી લખનઉ પાછા ફરશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube