વડોદરામાં ફાઈનાન્સરની દારૂની મહેફિલ પર પોલીસની રેડ, ડાન્સર્સ પર રૂપિયા ઉડાડાયા

Liquor Party : વડોદરા: ફાઈનાન્સરની લેટ નાઈટ બર્થ-ડે પાર્ટીમાં પોલીસના દરોડા... અવસર પાર્ટી પ્લોટમાં બર્થ-ડે પાર્ટીનું કરાયું હતું આયોજન...
 

વડોદરામાં ફાઈનાન્સરની દારૂની મહેફિલ પર પોલીસની રેડ, ડાન્સર્સ પર રૂપિયા ઉડાડાયા

Vadodara News : વડોદરામાં એક ફાઇનાન્સરની લેટ નાઈટ બર્થ ડે પાર્ટીમાં પોલીસ ત્રાટકી હતી. જેમાં મન ભરીને દારૂ પીરસાયો હતો. એટલુ જ નહિ, ડાન્સર્સ બોલાવીને અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હતો. પોલીસ આવતા જ પાર્ટી પ્લોટમાંથી આયોજક ગાયબ થઈ ગયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સમા સાવલી રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટમાં સોમવારે રાત્રે બર્થ ડે પાર્ટી યોજાઈ હતી. વડોદરાના ફાઇનાન્સર અરવિંદ ઉર્ફે લાલાના જન્મદિવસની પાર્ટી હતી. જેમાં પોલીસે રેડ પાડી હતી. પોલીસને મળતી બાતમી માહિતી અનુસાર, બર્થ ડે પાર્ટીમાં મહિલા ડાન્સરો બોલાવી, મહિલા ડાન્સરો પર રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. જેમાં ભીમો સોલંકી અને અન્ય લોકો મહિલા ડાન્સરનો હાથ પકડી નાચતા પણ જોવા મળ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.  

સમા સાવલી રોડ પરના એક ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ અને ડાન્સ પાર્ટી ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેમાં સમા પોલીસ પહોચતા જ ભીમો સોલંકી અને પાર્ટીનો આયોજક ફરાર થયા હતા. તો પોલીસે પાર્ટીમાંથી નશાની હાલતમાં એક શખ્સની અટકાયત કરી છે. રેડ બાદ પોલીસે પાર્ટી પ્લોટમાં માલિક, પાર્ટીના આયોજકને પૂછપરછ માટે બોલાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news