Highest Salaries:વિશ્વના આ 10 દેશોમાં સૌથી વધુ મળે છે કર્મચારીઓને પગાર, કરોડપતિ થઈ જશો

Highest Salary: લક્ઝમબર્ગ આ યાદીમાં બીજા નંબર પર છે, જેમાં લોકોનો સરેરાશ પગાર $5015 છે. સિંગાપોર ત્રીજા નંબર પર છે. સિંગાપોરમાં લોકોનો સરેરાશ પગાર $4989 છે.

Highest Salaries:વિશ્વના આ 10 દેશોમાં સૌથી વધુ મળે છે કર્મચારીઓને પગાર, કરોડપતિ થઈ જશો

Highest Salary Countries: દરેક વ્યક્તિ સારી રીતે અભ્યાસ કરે છે જેથી ભવિષ્યમાં તેમની કારકિર્દી સુરક્ષિત રહે. ભવિષ્યમાં તેઓને સરળતાથી નોકરી મળે. આ માટે તેમને વધારે શોધ કરવાની જરૂર નથી. આજે અમે તમને દુનિયાના એવા 10 દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કામ કરતા લોકોને અન્ય દેશો કરતા વધુ પગાર મળે છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સૌથી વધુ સરેરાશ પગાર ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. સ્વિત્ઝરલેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપોર, અમેરિકા, આઈસલેન્ડ, કતાર, ડેનમાર્ક, યુએઈ, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સૌથી વધુ પગાર આપવાની બાબતમાં સ્વિટ્ઝર્લેન્ડ યુરોપમાં ટોચનો દેશ છે. અહીંના લોકોનો સરેરાશ ચોખ્ખો પગાર $6,096 છે.

બીજી તરફ આ યાદીમાં બીજા નંબર પર લક્ઝમબર્ગ છે, જેમાં લોકોની સરેરાશ સેલેરી $5015 છે. સિંગાપોર ત્રીજા નંબર પર છે. સિંગાપોરમાં લોકોનો સરેરાશ પગાર $4989 છે. આ યાદીમાં સુપરપાવર અમેરિકા ચોથા નંબર પર છે. અહીંના લોકોનો સરેરાશ પગાર $4245 છે. આ યાદીમાં પાંચમો નંબર આઈસલેન્ડનો છે. અહીં સરેરાશ પગાર $4007 છે. છઠ્ઠો સૌથી વધુ પગાર આપનાર દેશ કતાર છે. અહીં સરેરાશ પગાર $3982 આસપાસ છે. યાદીમાં સાતમા નંબર પર ડેનમાર્ક છે, અહીં સરેરાશ પગાર $3538 છે.

આ 10 દેશોના કર્મચારીઓને વિશ્વમાં સૌથી વધુ પગાર મળે છે
1. સ્વિટ્ઝર્લેન્ડ - $6,096
2. લક્ઝમબર્ગ - $5,015
3. સિંગાપોર - $4,989
4. અમેરિકા - $4,245
5. આઇસલેન્ડ - $4,007
6. કતાર - $3,982
7. ડેનમાર્ક - $3,538
8. UAE - $3,498
9. નેધરલેન્ડ્સ - $3,494
10. ઓસ્ટ્રેલિયા - $3,391

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news