વલસાડ: માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવનાર 183 બાળકોની પડખે આવી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ
વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં 183 બાળકોએ તેમના માતા પિતામાંથી કોઈ એકને ગુમાવી દીધા હોવાનું જીલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બહાર આવ્યું છે
Trending Photos
ઉમેશ પટેલ/ વલસાડ: વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં 183 બાળકોએ તેમના માતા પિતામાંથી કોઈ એકને ગુમાવી દીધા હોવાનું જીલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બહાર આવ્યું છે. આ તમામ બાળકો એક વાલીના હોવાથી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા આ બાળકોને સરકારી સહાય પૂરી પડી રહે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોરોના કાળના દોઢ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લામાં બાળકોના માતા પિતા બંને કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. પાલકવાલીઓને મહિને 4 હજાર સહાય પૂરી પાડવાની યોજના અમલમાં મૂકાઇ છે. આ સાથે જે બાળકોના માતા પિતામાંથી કોઇ એકનું મોત થયું હોય તેવા બાળકોનો પણ સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં કોરોનામાં માતા પિતામાંથી કોઈ એકને ગુમાવનાર બાળકોની સંખ્યા 183 હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:- સુરત કોર્ટે દાદી અને પૌત્રીનું કરાવ્યું મિલન, જેને નરાધમ પિતા બાળ આશ્રમમાં મૂકી આવ્યો હતો
ત્યારે આ બાળકોને સહાય મળે તે માટે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન સોનલબેન સોલંકી જૈન અને કમિટિ સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બાળકોના માતા કે પિતા કોઇ એકનું કોરાનામાં મોત થયું હતું તેવા 183 બાળકોના એકવાલીઓ સાથે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને સહાય માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તમામ બાળકોને વાલીઓના ડોક્યુમેન્ટ સહિત બાળકોને ખાતામાં સીધી સહાય મળી રહે તેમાટેની તમામ પ્રક્રિયા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્રારા હાથ ધરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે