ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ હવે થઈ જશે જાહેર, ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી

ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે થયેલી પિટિશન મામલે ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી છે

Updated By: Jul 28, 2021, 06:05 PM IST
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ હવે થઈ જશે જાહેર, ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી

આશકા જાની/ અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે થયેલી પિટિશન મામલે ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી છે. જેને લઇને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે અરજીમાં રજૂઆત કરી હતી કે, ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 નું ગણિત ધ્યાન પર ના લેતા મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્કસ અને ટકાવારી ઘટી જશે. કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર વિષયએ ગાણિતીક વિષય છે અને ધોરણ 10 નું ગણિત તેનો પાયો છે.

આ પણ વાંચો:- ગુજરાતમાં RTPCR ટેસ્ટના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો, ખાનગી લેબ નહિ વસૂલી શકે વધુ ચાર્જ

GSEB એ કરેલા અર્થઘટન મુજબ ગણિતના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે, જે વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે. ખોટી રીતે માકર્સ ગણાશે તો વિદ્યાર્થીઓને ટકાવારીમાં 8 થી 10 ટકાનું નુકસાન થાય એમ છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી છે. જેને લઇને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube