Sawan: શિવાલય હર હર મહાદેવના નાદની તૈયારી શરૂ, દર્શન માટે કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન

ધોરાજી (Dhoraji) ના પાંચ હજાર વર્ષ જૂના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર (Panch Mahadev Mandir) ખાતે આવતીકાલે સોમવારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. મ

Sawan: શિવાલય હર હર મહાદેવના નાદની તૈયારી શરૂ, દર્શન માટે કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન

દિનેશ અનાવાડિયા, ધોરાજી:  ધોરાજી (Dhoraji) ના પાંચ હજાર વર્ષ જૂના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર (Panch Mahadev Mandir) ખાતે આવતીકાલે સોમવારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. મહંતો દ્વારા મંદિરમા શિવાલય (Shivalaya) ની તેમજ મંદિર પરીસરની શુદ્ધ પાણી દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. મંદિરમા આષોપાલવનાં તોરણ મંદિરમા લગાડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ભક્તો જલાભિષેક કરી શકે તે માટે જલધારા બનાવવામા આવી છે. 

સંભવત કોરોના (Corona Virus) ની ત્રીજી લહેરને ધ્યાનમા રાખી મહંત દ્વારા મંદિરમા પ્રવેશદ્વાર ઉપર સૅનેટાઇઝર રાખવામાં આવ્યુ છે. ભક્તોએ મંદિરમા પ્રવેશતા પહેલા માસ્ક ફરજીયાત પહેરવાનું અને સોશિયલ ડિસ્ટશન જાળવી ભક્તોને મહાદેવનાં દર્શન કરવા દેવામાં આવશે. આવતીકાલથી રાજકોટ (Rajkot) જિલ્લાનાં તમામ શિવાલયોમા આખો મહિનો હરહર મહાદેવ (Mahadev) નો નાદ ગુંજી ઉઠશે. ભક્તો આવતીકાલે ભગવાન ભોલેનાથ (Bholenath) નો રુદ્રાભિષેક, જલાભિષેક, દૂધ અભિષેક ભગવાન ભોલેનાથને  આખો મહિનો ભોલેનાથનાં ગુણગાન ગાઈને સમગ્ર દેશમાંથી કોરોના નાબૂદ થાય તેવી પ્રાર્થના કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news