મોતને હાથતાળી આપીને પાછા આવ્યા આ વૃદ્ધ, ટાપુ પર 3 દિવસ પૂરના પાણીમાં ફસાયા

Valsad Flood : ત્રણ દિવસ વૃદ્ધ તાડપત્રી બાંધીને આઈલેન્ડ પર રહ્યા હતા... સ્થાનિકોને જાણ થતા જ લાઈવ સેવા ટ્રસ્ટ ગ્રૂપની ટીમે તાત્કાલિક સ્થળ પર આવી વૃદ્ધનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું 
 

મોતને હાથતાળી આપીને પાછા આવ્યા આ વૃદ્ધ, ટાપુ પર 3 દિવસ પૂરના પાણીમાં ફસાયા

Valsad News ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ નજીક આવેલી પાર નદીમાં ફસાયેલા 65 વર્ષીય વૃદ્ધનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરાયુ હતું. ત્રણ દિવસ પહેલા આ વૃદ્ધ માછલી પકડવા જતા પાર નદીના વચ્ચે આવલે આઇલેન્ડ પર ફસાયા હતા. જ્યાં તેઓએ જેમતેમ કરીને ત્રણ દિવસ પસાર કર્યા હતા. આખરે સ્થાનિકોએ તેમનો જીવ બચાવ્યો હતો. આખરે મોતને હાથતાળી આપીને વૃદ્ધ હેમખેમ પાછા ફર્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના અતુલ નજીક આવેલી પાર નદીમાં ત્રણ દિવસ પહેલા ચણવઈ ગામ ખાતે રહેતા 65 વર્ષીય બીપીનભાઈ પટેલ માછીમારી કરવા ગયા હતા. પરંતું એકા એક નદીમાં પાણી વધતા પાર નદીના વચ્ચે આવેલા આઇલેન્ડ ઉપર તેઓ ફસાયા હતા. ત્રણ દિવસથી તેઓ આઇલેન્ડ ઉપર તાલપત્રી બાંધી રહેતા હતા. 

No description available.

આ ઘટનાની જાણ સ્થાનિકોને થઈ હતી. તેથી સ્થાનિકોએ લાઈવ સેવા ટ્રસ્ટ ગ્રુપ પાસે મદદ માંગી હતી. જેથી આ ટીમે તાત્કાલિક સ્થળ પર આવી વૃદ્ધનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. બે કલાકની ભારે જેહમદ બાદ વૃદ્ધને બોટ વડે આઇલેન્ડ ઉપરથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

No description available.

આ ઘટનાની જાણ વલસાડ વહીવટી તંત્રને થતા મામલતદાર સહિત વલસાડ રૂરલ પોલીસ અને પારડી પોલીસ સ્થળ પર પહોંચયા હતા. લાઈવ સેવ ગ્રુપ દ્વારા વૃદ્ધને સલામત રીતે બહાર કાઢી ઘરે મોકલવામાં આવ્યા હતા. 

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે ત્યારે વલસાડ શહેરના નજીક આવેલ હનુમાન ભાગડા ગામના તળાવ ફળિયા ખાતે આવેલ તળાવ ઓવર ફ્લો થયું છે તળાવ ઓવર ફ્લો થતા તળાવ નું પાણી ગામના રસ્તાઓ પર ફરી વળતા ગામના લોકોએ હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે જો વધુ વરસાદ પડે તો લોકોનો ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ લોકોને સતાવી રહી છે 50 થી વધુ પરિવારો આ વિસ્તારમાં રહે છે ત્યારે સતત વરસાદના કારણે તળાવ ઓવર ફ્લો થતા લોકો ચિંતામાં મુકાયા છે દર વર્ષે ગામ નું તળાવ ઓવર ફ્લો થાય છે અને ગામજનોએ હાલાકી વેઠવી પડે છે ત્યારે ગામ જનો માંગ કરી રહયા છે કે તળાવ ના પાણી નો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news