VAPI: જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય તંત્ર માટે માથાનો દુખાવો બની આ સમસ્યા
હાલે કોરોના મહામારીમાં તબીબોને ભગવાનથી પણ વધારે મોટો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. પોતાના જીવની પરવાહ કર્યા વગર તબીબ તમામ પ્રકારના દર્દીઓના જીવ બચાવવાની કામગીરીમાં યુદ્ધના ધોરણે કામ કરી રહયા છે. જોકે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં આજે પણ ઝોલાછાપ તબીઓ ગરીબ અને અભણ લોકોના જીવ સાથે ચેડાં કરી રહયા છે. જિલ્લા પોલીસ દ્વારા એક સઘન ઓપરેશન હાથ ધરી જિલ્લાના તમામ વિસ્તારમાંથી નકલી તબીબોને ઝડપવામાં આવી રહયા છે.
Trending Photos
વલસાડ : હાલે કોરોના મહામારીમાં તબીબોને ભગવાનથી પણ વધારે મોટો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. પોતાના જીવની પરવાહ કર્યા વગર તબીબ તમામ પ્રકારના દર્દીઓના જીવ બચાવવાની કામગીરીમાં યુદ્ધના ધોરણે કામ કરી રહયા છે. જોકે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં આજે પણ ઝોલાછાપ તબીઓ ગરીબ અને અભણ લોકોના જીવ સાથે ચેડાં કરી રહયા છે. જિલ્લા પોલીસ દ્વારા એક સઘન ઓપરેશન હાથ ધરી જિલ્લાના તમામ વિસ્તારમાંથી નકલી તબીબોને ઝડપવામાં આવી રહયા છે.
વલસાડ જિલ્લામાં વલસાડ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં જિલ્લામાંથી વિવિધ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોઈ પણ જાતની પરવાનગી કે આધાર પુરાવા વિના બોગસ પ્રેકટીસ કરતા ઝોલાછાપ તબીબો ઝડપાયા હતા. પોલીસ અને આરોગ્ય વિભાગની આ કાર્યવાહીમાં જિલ્લાના વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય વિસ્તાર, ઉમરગામ તાલુકાના ભીલાડ, વાપી અને કપરાડા તાલુકાના નાનાપોંઢા વિસ્તારમાંથી બોગસ રીતે પ્રેક્ટિસ કરતા 7 ઝોલા છાપ તબીબો પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોના હાથે લાગ્યા હતા.
પોલીસે તમામની અટકાયત કરી તેમના પાસે રહેલા આધાર પુરાવા અને સર્ટીફિકેટ માગ્યા હતા. જોકે મોટાભાગના કેસોમાં કોઇ પણ જાતના સર્ટિફિકેટ કે આધાર પુરાવાઓ કે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનનું પણ કોઈપણ પ્રમાણપત્ર કે પરવાનગી સહિત જિલ્લા આરોગ્ય વિભાગની પણ કોઈ પરવાનગી હતી નહીં. આથી પોલીસ અને આરોગ્ય વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા ઝોલાછાપ તબીબો...
અમરેન્દ્ર નાગેશ્વર સિન્હા ભિલાડ
દિબાશીશ આશુતોષ બિશ્વાસ ડુંગરા
નિરંજન મોતીલાલ વિશ્વાસ વાપી ટાઉન
નિહાર રંજન બિશ્વાસ વાપી ટાઉન
પપ્પુ રામકિશોર પ્રજાપતી ગુંદલાવ ,વલસાડ ગ્રામ્ય
રતનકુમાર નેપાલચંદ્ર ડે નાનાપોઢા
ત્રિભુવનદત્ત રામબોધ તિવારી વલસાડ
વિસ્તારમાં આ નકલી ડોક્ટરો પોતાનો કારોબાર ચલાવતા હતા. આ તબીબો પાસેથી એલોપેથિક દવાઓ, ઓપરેશન કરવાના તબીબી સાધનો, ઈંજેક્શન સહીતનો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોટાભાગે આ બોગસ તબીબો જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એવા વિસ્તારોમાં બોગસ પ્રેકટીસ કરતા હતા. જ્યાં શ્રમજીવી અને ગરીબ વર્ગના પરિવારો રહેતા હોય. આ છેવાડાના લોકોની અજ્ઞાનતા અને ગરીબી સાથે મજબૂરીનો લાભ લઇ આ ઝોલાછાપો ગેરકાયદેસર રીતે તેઓની તબીબી તપાસ અને સારવાર કરતા હતા.
આમ કોઈપણ જાતની ડિગ્રી કે આધાર પુરાવા વિના મોટાભાગના ઝોલા છાપો પ્રેક્ટિસ કરી અને લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા હતા. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં એક સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમો અને આરોગ્ય વિભાગની ટીમોએ કરેલી કાર્યવાહીના કારણે જિલ્લાના ઝોલાછાપ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાર્યવાહીમાં પોલીસે તમામની અટકાયત કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં જ્યા લોકો ઓછું ભણેલા હોય છે. ત્યારે આવા લેભાગુ નકલી ડોકટરના કારણે અનેક લોકોના જીવ પણ જોખમાયા છે, ત્યારે ડો રાજદીપસિંહ ઝાલા એક તબીબ વલસાડ જિલ્લાના પોલીસ વડા પારીકે આરૂઢ થયા છે, ત્યારે જિલ્લામાં પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલ આ ઓપરેશનમાં રોજ બરોજ નવા નકલી તબીબો પોલીસ પાંજરે પૂરાઈ રહયા છે. ત્યારે આગામી દિવસોમાં હજી અનેક લેભાગુ અને નકલી ડિગ્રી વાળા ડોક્ટર પોલીસ પાંજરે પૂરાશે તેવી આશા સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે