પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય
વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
સાથે જ અરજીમાં ઉલ્લેખ કરાયેલા અસામાજિક તત્વોને પણ હાઇકોર્ટે પક્ષકાર બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડો.પ્રવીણ તોગડીયા જ્યારથી AHPની શરૂઆત કરી ત્યારથી કોઈને કોઈ વિવાદમાં રહ્યા છે. ત્યારે ફરી એક વખત પાલડીના વાણિકર ભવનને લઇ બે દિવસ પહલા જ VHP અને AHP કાર્યકર્તાઓ સામસામે આવ્યા હતા. અને પાલડીના વણીકર ભવન પર પોતાનો કબ્જો હોવાની રજૂઆત કરી હતી.
ગુજરાતમાં વાઘના વધામણાં બાદ વન વિભાગની જંગલમાં ન જવાની તાકીદ
ડો. પ્રવીણ તોગડીયા રાજકારણમાં એન્ટ્રી લઇ રહ્યા છે. ત્યારે VHP કાર્યકર્તાઓએ તેમનો વિરોધ નોંધાવ્યો અને તોગડીયાને વાણિકર ભવનનો ઉપયોગ રાજકારણ માટે નહીં કરવા સ્પષ્ટતા કરી કરી હતી. બીજી તરફ વાણિકરભવન AHPનું હોવાનો પણ દાવો થતા VHP દ્વારા કાર્યાલય પોતાના ટ્રસ્ટનું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી દિવસમાં હાઇકોર્ટ શું ચુકાદો આપે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે