મહેસાણા: ગાડીએ પાછળથી રિક્ષાને મારી ટક્કક, ઘટના સ્થળે જ ચારના મોત

શહેરના વ્યાસ પાલડીથી દેલવાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાને પાછળથી ગાડીએ ટક્કર મારતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી વાહનોની લાઇન લાગતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત ઉદલપુર હાઈવે પર ગમખ્વાર થયો હતો. 

Updated By: Feb 12, 2019, 08:36 PM IST
મહેસાણા: ગાડીએ પાછળથી રિક્ષાને મારી ટક્કક, ઘટના સ્થળે જ ચારના મોત

તેજશ દવે/મહેસાણા: શહેરના વ્યાસ પાલડીથી દેલવાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાને પાછળથી ગાડીએ ટક્કર મારતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી વાહનોની લાઇન લાગતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત ઉદલપુર હાઈવે પર ગમખ્વાર થયો હતો. 

મહેસાણા વિસ્તારમાં થયેલા અકસ્માતમાં ચાર લોકોના ઘટાન સ્થળે મોત થયા હતા, જ્યારે 1ની હાલત ગંભીર હતી. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘાયલ થયેલા યુવકની હાલત ગંભીર હોવાથી તેને મહેસણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય

અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો બહુચરાજી પાસે આવેલા દેલવાડાના રાવળ સમાજના એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મૃતકોમાં ચાર યુવાનોના મોત થયા છે. રાવળ સવાજમાં ચાર લોકોના એક સાથે મોત થતા સમાજમાં માતમ છવાયું છે. 

મૃતકોના નામ 

  1.  નવીનભાઈ અમરતભાઈ રાવળ
  2.  ધીરાભાઈ સોમાભાઈ રાવળ
  3.  કિશનભાઈ જગાભાઈ રાવળ 
  4.  કનુભાઈ રાજુભાઇ રાવળ