VIDEO: PM મોદી હોસ્પિટલમાં થયા ભાવુક: એક માતાથી દૂર રહેલા દિકરાની વ્યથા દેખાઈ

માતાની તબિયતના સમાચાર મળતા PM મોદીએ એક પુત્રની ફરજ નિભાવી તાત્કાલિક અસરથી દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. આ સમયે પ્રધાનમંત્રી મોદી ભાવુક જોવા મળ્યા હતા. હીરાબા અને પ્રધાનમંત્રી મોદીનો અનેરો નાતો છે.  માતાથી દૂર દેશની સેવા કાજે રહેલા પ્રધાનમંત્રી હીરાબાના ખબર અંતર પૂછવા અમદાવાદ દોડી આવ્યા હતા.

VIDEO: PM મોદી હોસ્પિટલમાં થયા ભાવુક: એક માતાથી દૂર રહેલા દિકરાની વ્યથા દેખાઈ

અમદાવાદ: પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાની તબિયત અચાનક લથડતાં યૂએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા અનેક ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદી પણ માતા હીરાબાને મળવા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ માતાની ખબર અંતર પૂછ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે. માતાની તબિયતમાં સુધારો થતાં દોઢ કલાક હોસ્પિટલમાં રોકાયા બાદ દિલ્લી જવા નીકળ્યાં છે.

પીએમ મોદી પહોંચ્યા બાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ PM મોદીનાં માતા હીરાની તબિયતમાં સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જાહેર કરાયું હતું. સમયસર સારવાર મળતા હીરાબાના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. યુ.એન મહેતા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોએ PM મોદીનાં માતા હીરાની સારવાર કરી હતી.

માતાની તબિયતના સમાચાર મળતા PM મોદીએ એક પુત્રની ફરજ નિભાવી તાત્કાલિક અસરથી દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. આ સમયે પ્રધાનમંત્રી મોદી ભાવુક જોવા મળ્યા હતા. હીરાબા અને પ્રધાનમંત્રી મોદીનો અનેરો નાતો છે.  માતાથી દૂર દેશની સેવા કાજે રહેલા પ્રધાનમંત્રી હીરાબાના ખબર અંતર પૂછવા અમદાવાદ દોડી આવ્યા હતા. એક માતાથી દૂર રહેલા દિકરાની વ્યથા શબ્દોમાં કંડારી શકાય નહીં... આ સાથે જ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ પણ હાજર જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર યૂએન મહેતા હોસ્પિટલમાં પ્રધાનમંત્રી મોદીએ તબીબો પાસેથી હીરાબાની તબિયત વિશે સમગ્ર માહિતી મેળવી હતી. આ ઉપરાંત હોસ્પિટલે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.

સાંસદ જુગલજી ઠાકોરે આપ્યું નિવેદન
રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી આજે માતા હીરાબાની તબિયત પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલ ખાતે સાંજે ચાર વાગ્યે પહોંચ્યા હતા. માતા હીરાબાની પાસે તેઓ બેઠા હતા અને માતાની તબિયતને લઈ ચિંતાતુર જણાયા હતા. આશરે સવા કલાક સુધી તેઓ માતા સાથે બેઠા હતા અને ડોક્ટરો પાસેથી માતાની તબિયતને લઈ અને માહિતી મેળવી હતી. માતા હીરાબાની તબિયત હાલ સુધારા ઉપર છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news