જ્વલ્લે જોવા મળતો નજારો રાજુલામાં દેખાયો, 8 બચ્ચા સાથે આવી ચઢ્યો સિંહ પરિવાર

ગીરના જંગલમાં એકલ દોકલ સિંહો (asiatic lions) અવારનવાર નજરે ચઢે છે. પરંતુ આખો સિંહ પરિવાર ભાગ્યે જ નજરે ચઢે છે. જ્યારે પણ આખો સિંહ પરિવાર જોવા મળે છે, ત્યારે તે નજારો અદભૂત બની જતો હોય છે. આવો જ જ્વલ્લે જોવા મળતો નજરો સામે આવ્યો છે. અમરેલીના રાજુલામાં એક-બે નહિ સિંહ સિંહણ અને 8 બચ્ચા જોવા મળ્યા છે.
જ્વલ્લે જોવા મળતો નજારો રાજુલામાં દેખાયો, 8 બચ્ચા સાથે આવી ચઢ્યો સિંહ પરિવાર

કેતન બગડા/અમરેલી :ગીરના જંગલમાં એકલ દોકલ સિંહો (asiatic lions) અવારનવાર નજરે ચઢે છે. પરંતુ આખો સિંહ પરિવાર ભાગ્યે જ નજરે ચઢે છે. જ્યારે પણ આખો સિંહ પરિવાર જોવા મળે છે, ત્યારે તે નજારો અદભૂત બની જતો હોય છે. આવો જ જ્વલ્લે જોવા મળતો નજરો સામે આવ્યો છે. અમરેલીના રાજુલામાં એક-બે નહિ સિંહ સિંહણ અને 8 બચ્ચા જોવા મળ્યા છે.

અમરેલી (amreli) ના રાજુલાના કોવાયા ગામ નજીક સિંહ પરિવારના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે. દરિયાઈ ખાડી નજીક મોટો સિંહ પરિવાર (lion family) જોવા મળ્યો છે. સિંહ-સિંહણ અને તેના 8 જેટલા બચ્ચાઓ એકસાથે જોવા મળ્યા છે. સિંહ પરિવારના દ્રશ્યો એક રાહદારીના કેમેરામાં કેદ થયા છે. આંટાફેરા કરતો સિંહ પરિવારનો વીડિયો (lion video) વાયરલ થયો છે. 

દરિયાઈ ખાડી નજીક સિંહ પરિવાર જોવા મળ્યો, સિંહ-સિંહણ અને તેના 8 જેટલા બચ્ચાઓ એકસાથે જોવા મળ્યા...#GirLion #lion #ViralVideo #Asiaticlion #Gujarat #Gujaratlion #ZEE24Kalak pic.twitter.com/qoT9izZCYH

— Zee 24 Kalak (@Zee24Kalak) November 7, 2021

અનેકવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળે છે. પણ સિંહોના ટોળા ભાગ્યે જ જોવા મળે છે. આખરે આ નજારો પણ કેમેરામાં કેદ થઈ ગયો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news