રાજકોટમાં મગફળી, તુવેર કાંડ બાદ ખાતર કૌભાંડના વીડિયો વાયરલ

જેતપુરમાં સહકારી રાહે વેચવામાં આવતું જીએસએફસી લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું ડી.એ.પી. ખાતરની દરેક બાચકી ઉપર ગ્રોસ વેઇટ 50.12kg અને નેટ વેઇટ 50 kgનું લખાણ છે.

રાજકોટમાં મગફળી, તુવેર કાંડ બાદ ખાતર કૌભાંડના વીડિયો વાયરલ

બ્રિજેશ દોશી, રાજકોટ: જેતપુરમાં સહકારી રાહે વેચવામાં આવતું જીએસએફસી લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું ડી.એ.પી. ખાતરની દરેક બાચકી ઉપર ગ્રોસ વેઇટ 50.12kg અને નેટ વેઇટ 50 kgનું લખાણ છે. પરંતુ આ દરેક બાચકીનું વજન 49.550, 49.780, 49.630 વજન આવે છે. દરેક બાચકીએ 500 ગ્રામથી 300 ગ્રામ જેટલું વજન ઓછું આવે છે.

1400 રૂપિયામાં આવતી ડી.એ.પી.ની એક બાચકીમાં 10 રૂપિયાથી લઈ 14થી 15 રૂપિયાની કિંમતનું ઓછું ખાતર આપવામાં આવી રહ્યું છે. કરોડો બાચકીનું ઉત્પાદન કરવામાં આવે છે. ભોળા ખેડૂતોને ખબર પણ રહેતી નથી કે તેમની ખાતરની બાચકીમાં ખાતર નક્કી થયેલ વજન મુજબ નથી. ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢિયા તથા ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news