જેતપુર

રૂપિયો કોઈનો સગો થતો નથી, જેતપુરમાં એક ભાઈએ સંબંધ ભૂલીને પિતરાઈ ભાઈની કરી હત્યા

રૂપિયા માટે દુનિયામાં મોટા મોટા યુદ્ધો થઈ ચૂક્યા છે અને અનેકોનું લોહી વહે છે. રૂપિયા માટે લોહી લોહીનું દુશ્મન બની જાય છે, ત્યારે જેતપુરમાં એક ઘટના બની કે જ્યાં રૂપિયા માટે ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાંખી. રૂપિયા માટે પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો. 

Dec 8, 2021, 02:50 PM IST

જ્યાંથી ગુજરાતમાં સ્વામીનારાયણ ધર્મની વિધિવત શરૂઆત થઈ હતી, તે પવિત્ર મંદિરને 220 વર્ષ પૂરા થયા

સ્વામીનારાયણ સંપ્રદાયમાં તીર્થ ધામ તરીકે પ્રખ્યાત એવા જેતપુર ગાદી સ્થાન મંદિરને 220 વર્ષ પૂરા થયા છે, જેને પગલે મંદિરમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ મંદિરનું મહત્વ શું છે અને ઇતિહાસ જોઈએ. 

Nov 10, 2021, 07:36 AM IST

જેતપુરમાં કચરો ઉપાડતી વાને 4 વર્ષના બાળકને કચડ્યોં, લાડકાનાં મોતથી માતા-પિતાને પથ્થર પિગાળે તેવું હૈયાફાટ રૂદન

નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા. જો કે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા પિતાના હૈયાફાટ વલોપાતથી હોસ્પિટલમાં પણ ગમગીની છવાઇ હતી. નાનકડા બાળકનાં મોતથી તેઓ ઘેરા આઘાતમાં સરી પડ્યાં હતા. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ હતી. 

Jun 26, 2021, 05:40 PM IST

જેતપુરઃ ઘઉં લેવા જેવી બાબતમાં વૃદ્ધ દંપત્તિ ઝઘડ્યું અને પતિએ ગુસ્સામાં પત્નીને કોષના ઘા માર્યા બાદમાં સળગાવી

વડિયા હાલ એક અજીબો ગરીબ બનાવો બનવા પામ્યા છે. અહીં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. કોષના ઘા માથામાં મારી હત્યા કરી હતી અને તેની ઉપર પેટ્રોલ છાંટ્યુ હતું, જે પેટ્રોલિયમ તેમના શરીર પર થતા પોતે પણ દાઝી જતાં પતિને રાજકોટ ખાતે જેતપુરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે. હાલ આ અંગે વડીયા પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે અને પોલીસે ફરિયાદ લઇ વધુ પડતી તપાસ હાથ ધરી છે.

Nov 29, 2020, 05:07 PM IST

જેતપુરમાં આંખમાં મરચું પાઉડર નાખી વેપારી પાસેથી 40 લાખના સોનાની લૂંટ

જેતપુરની સોની બજારમાંથી 40 લાખના સોનાની લૂંટ થઇ છે. પોલીસે CC TV આધારે આરોપી ને પકડવા ની તજવીજ શરૂ કરેલ છે. 
 

Oct 21, 2020, 09:38 PM IST

જેતપુર : વેપારીના આંખમાં ચટણી નાંખીને બે શખ્સોએ 700 ગ્રામ સોનું લૂંટી લીધું

વેપારી પાસેના થેલામાં 700 ગ્રામ સોનુ અને 2 લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે જેતપુરમાં આટલી રકમના સોનાની લૂંટથી પોલીસ પણ દોડતી થઈ છે

Oct 21, 2020, 12:45 PM IST

લોહીના સંબંધ વગર આ બંને વૃદ્ધ મહિલાઓ વચ્ચે બંધાયો છે એવો નાતો કે ભગવાન પણ છૂટા ન પાડી શકે

  • ઘણા વર્ષોથી સેવા કરી રહેલા ધનલક્ષ્મીબેનની પણ ઉંમર 70 વર્ષ થઈ ગઈ છે, ત્યારે આ રીતની સેવા કરવી તેમના માટે પણ મુશ્કેલી છે. આમ છતાં પણ માનવ સેવાને સર્વોપરી ગણતા આ વૃદ્ધાને એક નમન કરવા પડે તે ચોક્કસ છે.

Sep 25, 2020, 02:36 PM IST

રાજકોટની આજી નદી બની ગાંડીતુર : રાજકોટમાં 2000 લોકોનું કરાયું સ્થળાંતર

આજી નદીમાં પાણીની આવક વધતા નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની 6 જેટલી ટિમ લાઉડસ્પીકર વડે આજી નદી, ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઇ સતત આપી રહી છે. 

Aug 21, 2020, 11:39 PM IST

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 111% વરસાદ, 13 ડેમ 100% ભરાયા

રાજકોટ જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા વરસાદથી જગતનો તાત ખુશ-ખુશાલ જોવા મળી રહ્યો છે.

Aug 20, 2020, 04:41 PM IST

અનાજ કૌભાંડ: ગરીબ લોકોને સસ્તું અનાજ ન આપી બારોબાર વેચી દેવાયું

આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ગરીબ લોકોના સસ્તા અનાજને નહીં આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે.

Aug 18, 2020, 04:33 PM IST

સારા વરસાદને કારણે ભાદર-2 ઓવરફ્લો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. તો રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. 

Aug 13, 2020, 09:33 PM IST

ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

સૌરાષ્ટ્રમાં ગઇ કાલે ધોધમાર વરસાદના પગલે તમામ નદીઓ ગાંડીતુર બની છે. જેના પગલે રાજકોટ જિલ્લાના જેતપુરનાં પેઢલ ગામે એક ગાડી નદીના ધમસતા પ્રવાહમાં તણાઇ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડુબી જવાને કારણે મોત નિપજ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રે રેસક્યું કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી. 

Aug 7, 2020, 09:10 PM IST

જેતપુરમાં લોકડાઉનનાં કારણે આર્થિક સંકડામણથી કંટાળી શિક્ષકે ઝેરી દવા પીધી

જેતપુરમાં રહેતા અને જુનાગઢની ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અતુલ મગનભાઇ ઠુંમરે પોતાની વાડીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. જેતપુરનાં જીંથુડી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. બાદમાં વાડીએથી મૃતદેહ મળી આવતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, લોકડાઉનના કારણે આર્થિક સંકડામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. 

Jul 31, 2020, 04:40 PM IST

આજના અપડેટ્સ : રાજકોટમાં 26, બોટાદમાં 5 નવા કેસ નોંધાયા

ગુજરાતના દરેક જિલ્લાની કોરોનાને કારણે પરિસ્થિતિ વકરી રહી છે. આવામાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજકોટ શહેરમાં આજે કોરોનાના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇકાલે સાંજે 5 વાગ્યાથી આજે 12 વાગ્યા સુધી વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં પોઝિટિવ આંક 528 પહોંચ્યો છે, જે પૈકી 247 દર્દાઓ હાલ સારવાર હેઠળ છે. 

Jul 17, 2020, 02:13 PM IST

ડીઝલના વધતા ભાવ સામે જેતપુરમાં ખેડૂતોનો વિરોધ, સરકાર પાસે કરી રાહતની માગ

 છેલ્લા 5 વર્ષની અંદર ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ ભારતમાં ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ છે. જયારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ નીચે ગયા છે. જેને લઈ જેતપુર તાલુકાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો.

Jun 27, 2020, 11:53 AM IST

જેતપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, પોલીસે CCTVના આધારે નરાધમને ઝડપી પાડ્યો

શહેરમાં લોકડાઉન વચ્ચે 18મેની મઘરાતે ફૂટપાથ પર સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યા વ્યક્તિએ અપહરણ કરીને બાજુની શેરીમાં લઇ ગયો હતો. ત્યાર બાદ આ વ્યક્તિએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા  પરિવારજનો દોડી આવ્યા હતા. જેના પગલે આરોપી તો ભાગી છુટ્યો હતો. જો કે તે ભાગતો હતો ત્યારે સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો.

May 19, 2020, 07:10 PM IST

45 દિવસ બાદ શરૂ થયા સાડીના કારખાના, પણ રો-મટિરિયલના નહી

લોકડાઉન 3ને લઈને દેશભરના ઉદ્યોગ ધંધાઓ થોડી છૂટછાટ સાથે શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના જેતપુરના વિશ્વ પ્રસિદ્ધ કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ પણ શરૂ કરવાની શરૂઆત થઇ છે. છેલ્લા 45 દિવસથી બંધ રહેલા સાડીના કારખાના શરૂ થયા હતા.

May 7, 2020, 03:17 PM IST

Lockdownને કારણે જેતપુરનો સાડી ઉદ્યોગ ભાંગી પડ્યો, 15-20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા

જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશની કોટન પ્રિન્ટિંગ કાપડની મોટાભાગની માંગ જેતપુર પૂરી પાડે છે. ત્યારે કોરોના વાયરસના પગલે આવેલ લોકડાઉનના જેતપુરનો આ ઉદ્યોગ લોકડાઉન થઇ રહ્યો છે અને અંદાજિત 1500 કરોડ રૂપિયાનું નુકસાનનો અંદાજે 15 થી 20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા છે.

May 1, 2020, 03:40 PM IST

જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો એક શખ્સ ઝડપાયો

લોકોને પોલીસ હોવાનું કહીને પૈસા પડાવનાર ઝટપાયેલ શખ્સના પિતા પ્રફુલભાઈ પંડ્યા જેતપુર પોલીસમાં નિવૃત ASI છે. 
 

May 1, 2020, 09:15 AM IST