સાવરણીથી માર માર્યા બાદ પણ માતાએ દીકરા માટે કહી મોટી વાત, DySP એ આપ્યું આ નિવેદન

મોરબી જિલ્લાના (Morbi) ગ્રામ્ય વિસ્તારમાં માતાને ઢસડીને માર મારતા ક્રુર દીકરાનો (Son Beating Mother) વીડિયો સોશિયલ મીડિયામાં (Sodial Media) વાયરલ થયો છે

સાવરણીથી માર માર્યા બાદ પણ માતાએ દીકરા માટે કહી મોટી વાત, DySP એ આપ્યું આ નિવેદન

મોરબી: મોરબી જિલ્લાના (Morbi) ગ્રામ્ય વિસ્તારમાં માતાને ઢસડીને માર મારતા ક્રુર દીકરાનો (Son Beating Mother) વીડિયો સોશિયલ મીડિયામાં (Sodial Media) વાયરલ થયો છે. જો કે, આ વીડિયો (Viral Video) સામે આવ્યા બાદ આ અંગે પોલીસ (Morbi Police) દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે DySP એ જણાવ્યું હતું કે, માતા પુત્ર સામે કોઈ ફરિયાદ દાખલ કરવા માંગતા ન હોવાથી માત્ર અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

9 મે 2021 ના આખી દુનિયા મધર્સ ડેની (Mothers Day) ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મધર્સ ડેના એક દિવસ બાદ મોરબી જિલ્લાના (Morbi) કાંતિપુર ગામમાં માતાને માર મારતા કળિયુગના પુત્રનો વીડિયો (Virla VIdeo) સામે આવ્યા છે. આ વીડિયો પુત્ર દ્વારા જનેતાને (Son Beating Mother) સાવરણીથી માર મારવામાં આવતો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Sodial Media) વાયરલ થયો હતો. જે બાદ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.

ત્યારે કળિયુગના પુત્રએ માતાને માર મારવાના મામલે DYSP રાધિકા ભારાઈનું નિવેદન સામે આવ્યું છે. DySP એ જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા 6 મેના રોજ IPC કલમ 151 હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. વૃદ્ધા રંભીબેન પરમારને માર મારનાર પુત્ર મનસુખ અને પૌત્રી પૂનમ સામે પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. જ્યારે નાના પુત્ર અમૃત પરમાર નશાની હાલતમાં હોવાથી પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. જો કે, માતા પુત્ર સામે કોઈ ફરિયાદ દાખલ કરવા માંગતા ન હોવાથી માત્ર અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

જો કે, આ મામલે ZEE 24 કલાકની ટીમ દ્વારા માતા રંભીબેન પરમાર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ના સાહેબ આ દીકરો તો મારી સેવા કરે છે. ઈ મને ખવડાવે પીવડાવે છે. ખોટી બદનામી મારાથી ન થાય ને. મને કોઈ મારતા નથી અને પૂજતાય નથી. મનસુખ મારો સાવરણી જેવો છે. પાણી માંગુ યાં મને દૂધ હાજર કરે, ખોટું બદનામી કરવી એની, ભગવાનનો ગુનેગાર હું થાઉ છું.

દીકરાએ માતાને સાવરણીના ફટકા માર્યા 
હવે કહી શકાય છે કે, કળીયુગ તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. સંબંધોમાં લોકો મર્યાદા ભૂલી રહ્યાં છે. લોકો સંબંધોની લજવી રહ્યાં છે. ત્યારે મોરબીમાં એક દીકરો સાવરણી લઈને પોતાની જ માતા પર તૂટી પડ્યો. દીકરો એવો શેતાન બની ગયો કે, તેણે માતાને સાવરણીના ફટકા માર્યા હતા. શું નાના દીકરાના ઘરે જવુ એ માતાનો ગુનો હતો કે, મોટા દીકરાએ માતાને ઘરની બહાર બોલાવીને સાવરણાના ફટકા માર્યા હતા. 

નાના દીકરાના ઘરે જવુ શું માતાનો ગુનો હતો?
કાંતિપુર ગામમાં વૃદ્ધ માતાને દીકરો માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમા રંભીબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમના મનસુખ પરમાર નામના મોટા દીકરાએ સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભીબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી આ કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે.

લોકોનો રોષ, પુત્રને ગધેડા પર બેસાડીને ગામમાં ફેરવો 
ઝી 24 કલાકના અહેવાલ બાદ મોરબીના એસપીએ કહ્યું કે, કળીયુગી પુત્ર સામે કાર્યવાહી કરવામાં આવશે. તો ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, હું વૃદ્ધ માતાની મુલાકાત લઈ દીકરા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરીશ. સાથે જ સોશિયલ મીડિયા પર આ નરાધમ પુત્રને સજા કરવાની માંગ ઉઠી છે. લોકોએ કહ્યું કે, આમાં કડકમાં કડક સજા કરો. મારી એવી માંગ છે કે કોઈ પુત્ર મા ઉપર આવો જુલમ ન કરે. સાથે જ એક શખ્સે કહ્યું કે, આવા નરાધમ પુત્રને ગધેડા પર બેસીને ગામડામાં ફેરવવો જોઈએ. જેથી કોઈ દિવસ કોઈ પુત્ર આવુ કૃત્ય ન કરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news