જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી દ્વારા ફેલાવાતા પ્રદૂષણના કારણે નગરજનો ત્રસ્ત, વિશાળ રેલીથી વિરોધ

શહેરના ગાંધીનગર પાસે આવેલ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ નગરસેવકોની આગેવાની હેઠળ સ્થાનિકોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી કમિશનરને આવેદન પાઠવ્યુ હતું. જામનગર શહેરના વોર્ડ નં 2 અને 4 પાસે ગાંધીનગર નજીક આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ સ્થાનિકોએ રામેશ્વર નગર ચોકથી મનપા કચેરી સુધી રેલી યોજી હતી. કંપની બંધ કરવાની માંગ સાથે 1500 જેટલા સ્થાનિકોએ મનપા ખાતે હલ્લા બોલ કર્યો હતો. કમિશનરને આવેદન પાઠવ્યું હતું દરમ્યાન સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકોએ ધરણા કર્યા હતા. 
જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી દ્વારા ફેલાવાતા પ્રદૂષણના કારણે નગરજનો ત્રસ્ત, વિશાળ રેલીથી વિરોધ

જામનગર : શહેરના ગાંધીનગર પાસે આવેલ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ નગરસેવકોની આગેવાની હેઠળ સ્થાનિકોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી કમિશનરને આવેદન પાઠવ્યુ હતું. જામનગર શહેરના વોર્ડ નં 2 અને 4 પાસે ગાંધીનગર નજીક આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ સ્થાનિકોએ રામેશ્વર નગર ચોકથી મનપા કચેરી સુધી રેલી યોજી હતી. કંપની બંધ કરવાની માંગ સાથે 1500 જેટલા સ્થાનિકોએ મનપા ખાતે હલ્લા બોલ કર્યો હતો. કમિશનરને આવેદન પાઠવ્યું હતું દરમ્યાન સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકોએ ધરણા કર્યા હતા. 

વોર્ડ 2 અને 4 ના નગરસેવકોએ મનપા કમિશનરને કરેલ રજૂઆત અંગે બોર્ડમાં નિર્ણય કરવામાં આવશે અને હાલ પ્રદૂષણ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું છે. કંપની દ્વારા ફેલાવતા પ્રદૂષણને લીધે આરોગ્ય પર નુકશાન થતું હોય અને અનેક વખત મનપા કમિશ્નરને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ પ્રગટ્યો હતો. જ્યાં સુધી પ્રદૂષણ અટકાવવા અંગે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી કંપનીનું કામ બંધ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. જે નિર્ણય લેવામાં આવે તેની લેખિતમાં જાણ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી . જો યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો કંપની બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગાંધીનગર પાસે આવેલ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા ફેલાવતા પ્રદૂષણ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપની મનફાવે તેવું વર્તન કરે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી કમિશનરને આવેદન પાઠવ્યું હતું. વોર્ડ 2 અને 4 ના નગરસેવકોએ મનપા કમિશનરને કરી રજૂઆત કરી હતી. આ અંગે ઝડપથી પગલા ઉઠાવવા માટે જણાવ્યું હતું. કમિશ્નર દ્વારા આ અંગે બાંહેધરી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news