આણંદમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી, પાધરિયાના રહીશોની 15 વર્ષ જુની સમસ્યા
આણંદમાં ગણતરીના કલાકોમાં વરસેલા ભારે વરસાદનો પગલે શહેરના ઘંણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તે સૌએ જાણ્યુ પણ આ પાછળ શું માત્ર વરસાદ જવાબદાર છે
Trending Photos
જપ્તવ્ય યાજ્ઞિક/ આણંદ: આણંદમાં ગણતરીના કલાકોમાં વરસેલા ભારે વરસાદનો પગલે શહેરના ઘંણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તે સૌએ જાણ્યુ પણ આ પાછળ શું માત્ર વરસાદ જવાબદાર છે!!! એ સૌથી મોટો સવાલ છે.
વરસાદ ભારે હોય તો ભલભલુ વહીવટી તંત્ર નિષ્ફળ લાગે તે વાત ચોક્કસ છે પણ કયા વિસ્તારમાં પાણી ભરાયા, કયા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસરી ગયા તેથી વધારે જરુરી જાણવા અને સમજવા જેવી બાબતએ છે કે કયા વિસ્તારમાં પાણીએ સ્થાનિકો માટે સૌથી મોટી સમસ્યા છે અને જ્યાં પાણી સમસ્યા છે તોએ શા માટે છે એ પણ વિચારવું જરુરી છે.
આવીજ કાંઇક બાબત બની આણંદના વોર્ડનં 4 અને 5 માં આવેલા પાધરિયા વિસ્તારમાં. શહેરમાં પુર્વ વિસ્તારમાં પાણી નિકાલની સમસ્યા વર્ષો જુની છે ત્યારે 15 વર્ષથી આ વિસ્તારની 50 થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાને એટલી ગંભીર બને છે કે આ વિસ્તાર બેટમાં ફેરવાય છે. સ્થાનિકો કહે છે કે આ વિસ્તારની સમસ્યાને લઇને કાંસ વિભાગમાં રજુઆતો કરાઇ પણ કાંઇ પરિણામલક્ષી નિર્ણય લેવાયા નથી.
આ રેહણાંક વિસ્તારમાં જેટલી સોસાયટી છે ત્યાં બધે ખાસ કરી પાણીની સમસ્યા છે. ત્યારે શુક્રવારના ભારે વરસાદને પગલે શહેરના બીજા કેટલાક વિસ્તારોની જેમ અંહી પણ પાણી ભરાયા. આ વિસ્તારની જીવનજ્યોત સોસાયટીના રહીશો ભારે હાલાકીમય બન્યા અને તેમની વાત માનીએ તો દર વર્ષે તેમને વરસાદની સિઝનમાં આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. 30 વર્ષ જુની આ સોસાયટીમાં 35 પરિવારો રહે છે અને વરસાદમાં ભરાયેલા પાણીના કારણે શહેરથી તેમનો સંપર્ક જ તુટી જાય છે.
નજીક આવેલા તળાવને ફરતે દીવાલ કરવાની માંગ પણ તેમણે ઘંણી વખત કરી છે પણ તે બાબતે પણ કોઇજ કાર્યવાહી કે કામગીરી નહી થતા તળાવનું પાણી બહાર આવી લોકોના ઘરોમાં ભરાઇ જાય છે. પરિસ્થિતિ એટલી વિકટ બને છે કે કેટલાક પરિવારો ભરાયેલા આ પાણીને લઇને હેરાન થતા ઘર ખાલી કરી ભાડે રેહવા જતા રહે છે તો કેટલાક પોતાના પરિચીત અથવા ઓળખીતાની ઘરે જતા રહે છે, જોકે સ્થાનિકોની વાત પણ વ્યાજબી છે કે કોઇના ઘરે પણ કેટલા દીવસ રહીએ !!!! ત્યારે તંત્ર પણ વિચારીને આ બાબતે ચોક્કસ કોઇ ઠોસ નિરાકારણ લાવવું ખુબ જરુરી છે.
વોર્ડ નં 5 ના રેહણાંક વિસ્તારમાં આટલા વર્ષો જુની સોસાયટીમાં આટલી પાણીની ભરાવાની સમસ્યાનું નિરાકરણ તંત્ર શા માટે નથી લાવતું તે પણ ગંભીર બાબત છે. સ઼્થાનિકોનું માનીએ તો સરકારી કચેરીઓ અને નેતાઓને પણ આવી બાબતે વાંરવાર રજુઆતો કરવા પછી પણ સમસ્યા તેમની તેમ છે. સોસાયટી અને નજીક આવેલા તળાવને લઇને પાણી ભરાવાની સમસ્યા એટલી વિકટ બને છે કે તળાવની ગંદકીનું પાણી પણ લોકોના ઘરમાં ભરાય છે જેથી ઘરવકરીને પણ નુકશાન થાય છે, ત્યારે સામાન્ય પરિવારના લોકોની આ સોસાયટીમાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
સ્થાનિકો કહે છે કે આ વિસ્તારમાં આવવા માટે એક માત્ર રસ્તો છે જ્યાં પાણી ભરાવાથી અવરજવર બંધ થઇ જાય છે, આવા સમયે મેડીકલ ઇમરજન્સીમાં પણ તકલીફ પડે છે, સ્થાનિકો કહે છે હવે વરસાદ 4 મહીના પડશે પાણી વધે તે પેહલા અમારે અહીથી નિકળી જવુ જરુરી છે, આ બાબતને નગરપાલીકા, જનપ્રતિનીધીઓને વારવાર રજુઆતો છતા નિવારણ નથી લાવી રહ્યા, જો તળાવનું દિવાલ બને તો પણ ઘંણી ખરા અંશે આ સમસ્યાનું નિવારણ લાવી શકાય.
વરસાદ પડતા જ પાસે આવેલા તળાવના પાણી ઉભરાય જેથી સોસાયટીમાં અને લોકોના ઘરમાં પાણી ભરાય છે. આ માટે બીજો મોટો પ્રશ્ન આ સોસાયટી અને વિસ્તારના લોકો માટે અવર જવરનો છે કારણ કે એક માત્ર રસ્તો છે જ્યાંથી અંહી અવર જવર કરી શકાય અને આ રોડ પર પણ પાણી ક્યારેક ઘુંટણસમુ તો ક્યારેક કેડસમુ ભરાવાથી આવા ચોમાસાના સમયમાં હાલાકી પડે છે. આ વિસ્તારમાં ભરાયેલા ગંદા પાણીને જોતા અને બિમારી કે રોગચાળો ફાટી નિકળે તેવો પણ ભય રહે છે.
ત્યારે હવે જ્યારે મેઘરાજા એ ખમૈયા કર્યા છે ત્યારે બીજા વિસ્તારોમાં પાણી ભલે ઓસરી ગયા હોય પણ અંહી હજી પણ રહીશોની સમસ્યાના કારણે હેરાન થઇ રહ્યા છે. જોકે એક સ્થાનિકો કહે છે કે એક સપ્તાહ પહેલા જી. કલેક્ટર અને પ્રાંતઅધીકારીને રજુઆત કરતા તેમણે સમસ્યાનું નિવારણ લાવવા આશ્વાસન આપ્યુ છે. ત્યારેતંત્ર આ બાબતે સંવેદના દાખવી ઝડપથી તેમને પણ નાગરિક તરીકે સુવિધા આપે તે આવશ્યક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે