શિયાળા અને ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવ્યું? ફરી થઈ વિચિત્ર વાતાવરણની આગાહી

રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું સારૂ રહેશે.

શિયાળા અને ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવ્યું? ફરી થઈ વિચિત્ર વાતાવરણની આગાહી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી એક પ્રકારે વિદાય લઈ ચુકી છે અને ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. જોકે, શિયાળા અને ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવી ગયું...એ મોટો સવાલ છે. હવામાન વિભાગ પણ આ પ્રકારના વાતાવરણને કારણે ચિંતામાં છેકે, આ ઉનાળો છેકે, પછી ચોમાસું. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હજુ પણ આગામી 24 કલાક ખુબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સમાચાર ખુબ જ ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં વિશેષ રૂપથી 
નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલામાંમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. જ્યારે 40 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ તો વાત થઈ હવામાન વિભાગની આગાહીની. ગુજરાતના વાતાવરણને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે પણ વિચિત્ર આગાહી કરી છે. અંબાલાલ પટેલે હોળી પહેલાં જ આગાહી કરી દીધી છેકે, ગુજરાતમાં આ વખતે ઉનાળો આવશે જ નહીં! આગામી ત્રણ મહિના ખુબ જ ભારે! ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news