કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે મળી ખુશખબરી, 2.5 વર્ષના બાળકનો રિપોર્ટ નેગેટિવ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉ (Lucknow)માં દાખલ કોરોના પોઝિટીવ પહેલા અઢી વર્ષના બાળકની બંને રિપોર્ટ નેગેટિવ આવી છે. કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટી (કેજીએમયૂ)માં દાખલ આ બાળકને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. શનિવારના બાળકની બીજી રિપોર્ટ આવી છે. તે પણ નેગેટિવ છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે મળી ખુશખબરી, 2.5 વર્ષના બાળકનો રિપોર્ટ નેગેટિવ

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉ (Lucknow)માં દાખલ કોરોના પોઝિટીવ પહેલા અઢી વર્ષના બાળકની બંને રિપોર્ટ નેગેટિવ આવી છે. કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટી (કેજીએમયૂ)માં દાખલ આ બાળકને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. શનિવારના બાળકની બીજી રિપોર્ટ આવી છે. તે પણ નેગેટિવ છે.

કેજીએમયૂના સંક્રામક રોગ યૂનિટના ઈન્ચાર્જ ડૉ. ડી હિમાંશુએ જણાવ્યું હતું કે, કેજીએમયૂમાં દાખલ અઢી વર્ષના બાળકની બંને રિપોર્ટ નેગેટિવ આવી છે. બાળકની પેપર કાર્યવાહી થવાની છે. ત્યારબાદ તેને રજા આપવામાં આવશે. બાળકની સાથે રોકાયેલી માતાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. હાલ ટેકનિકલી વસ્તુઓ જોયો બાદ આ બંનેને એક સાથે રજા આપવામાં આવશે.

જણાવી દઇએ કે, લખનઉની પહેલી કોરોના પોઝિટીવ મહિલા ડોક્ટરનું અઢી વર્ષનું બાળક પણ આ વાયરસની ઝપટમાં આવ્યું હતું. બાળકમાં આ સંક્રમણ દાદા દાદીથી થવાની આશંકા છે, જે પહેલા આ વાયરસની ઝપટેમાં આવી ચુક્યા છે અને કમાન્ડ હોસ્પિટલમાં દાખલ છે.

આ બાળક લખનઉનો સૌથી નાની ઉંમરનો કોરોના સંક્રમિત દર્દી હતો. બાળકની ઉંમર ઘણી નાની છે. એવામાં કેજીએમયૂ પ્રશાસને બાળકની સાથે માતાને પણ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો.

કેનેડાથી પરત ફરેલી મહિલા ચિકિત્સકમાં 11 માર્ચે કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી. 19 માર્ચે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે દરમિયાન તેમના સંપર્કમાં આવેલા ઇન્દિરાનગર નિવાસી યુવકમાં વાયરસની પુષ્ટી થઈ હતી. તેની સારવાર કેજીએમયૂમાં ચાલી રહી છે.

ત્યારે 18 દિવસ બાદ મહિલાના સાસુ-સસરામાં કોરોના વાયરસ મળી આવ્યો હતો. તેમની સારવાર કમાન્ડ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમનું અઢી વર્ષનું બાળક પણ સંક્રમિત મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news