ગુજરાતમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો, દર બીજા ઘરમાં બીમારીના ખાટલા
ગુજરાતમાં હાલ હવામાનમાં આવેલા પલટાને કારણે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતમાં વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડી (coldwave) અને બપોરે ગરમી અનુભવાય છે. ત્યારે બેવડી ઋતુના અનુભવથી રોગચાળો પણ વકર્યો છે. ગુજરાતમાં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયેલા જોવા મળી રહ્યાં છે, તો દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. બીજી તરફ, કોરોના (corona update) ધીરે ધીરે માથુ ઉચકી રહ્યો છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ હવામાનમાં આવેલા પલટાને કારણે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતમાં વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડી (coldwave) અને બપોરે ગરમી અનુભવાય છે. ત્યારે બેવડી ઋતુના અનુભવથી રોગચાળો પણ વકર્યો છે. ગુજરાતમાં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયેલા જોવા મળી રહ્યાં છે, તો દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. બીજી તરફ, કોરોના (corona update) ધીરે ધીરે માથુ ઉચકી રહ્યો છે.
ગુજરાતમાં હવામાનના લેટેસ્ટ અપડેટ (weather update) ની વાત કરીએ તો, રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વીય પવનોને લીધે ઠંડીનું જોર વધ્યું છે. મોટાભાગનાં શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- અમદાવાદ 12.08 ડિગ્રી તાપમાન
- ગાંધીનગર 11 ડિગ્રી તાપમાન
- નલિયામાં 10.09 ડિગ્રી તાપમાન
દિવાળીમાં બહારથી ફરી આવેલા લોકો પર નજર
તહેવારો બાદ ફરી એક વખત રાજ્યમાં કોરોનાના કેસ ધીમી ગતીએ વધી રહ્યા છે..કોરોના કેસ વધતા ફરી તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હતા. જેથી હવે કોરોનાના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બહારથી આવતા લોકો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે..ફરી એક વખત ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવ્યું છે. ટેસ્ટિંગ માટે ડોભ શરૂ કરવામાં આવી રહ્યા છે. તો રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર આવતા લકોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ નોંધાતા અલગ અલગ વિસ્તાને કેન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ મૂકવામાં આવી રહ્યા છે. સાથે જ અમદાવાદમાં જાહેર સ્થળો પર પ્રવેશ માટે રસીના બે ડોઝ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોનાને હરાવવા ગાઈડલાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી બની ગયું છે.
અમદાવાદમાં પણ કોરોના માથુ ઊંચકી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં 4 મહિના બાદ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે. ચાંદખેડાની સાંપદ રેસિડન્સીનો 5 બ્લોક માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકાયો છે. એક જ પરિવારના 7 સભ્યો સંક્રમિત થતા તંત્ર એક્શનમાં આવી ગયુ છે. દિવાળીની રજાઓમાં પરિવાર રાજસ્થાન ફરવા જતા સંક્રમિત થયો છે. સાવચેતીના ભાગરૂપે AMC એ બ્લોકના 20 મકાનમાં રહેતા 76 લોકોને માઈક્રો કન્ટેઈમેન્ટમાં મૂક્યા છે. આગામી એક અઠવાડિયો અમદાવાદમાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાવચેતી રાખવા તજજ્ઞો સતત અપીલ કરી રહ્યા છે. સંક્રમણ વધે તો આગામી સમયમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે