ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન વિભાગની નવી આગાહી

Monsoon Prediction: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા ખુબ ઓછી છે. 

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન વિભાગની નવી આગાહી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા ખુબ ઓછી છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. 

આ જિલ્લાઓમાં રહેશે વરસાદી માહોલ
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહી શકે છે. જેમાં પંચમહાલ, દાહોદ, ખેડા, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી , છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, રાજકોટ, સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે. 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ રહી શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. જેથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. 

મહત્વનું છે કે, હાલ છૂટછવાયા સામાન્ય ઝાપટા સિવાય રાજ્યમાં ચોમાસુ ક્યાંય સક્રિય નથી. જો કે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીના સંકેત આપ્યા છે. રાજ્ય પર એક સિસ્ટમ એક્ટિવ થતાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હળવાથી સમાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.

આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news