કોણ કહે છે મહિલાઓ કુમળી હોય છે! ગુજરાતની 85 દીકરીઓએ 21થી 80 કિલો વજન ઊંચકી દર્શાવી ખેલ પ્રતિભા

ભારત સરકાર દ્વારા યુવાનોમાં ખેલ પ્રત્યે જાગૃતિ અને સ્વાસ્થ્ય મજબૂત બને તેવા ઉદ્દેશથી ખેલો ઇન્ડિયા ચેમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી છે.જેમાં આજે નવસારી ખાતે વીમન્સ લીગની વેટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. 

કોણ કહે છે મહિલાઓ કુમળી હોય છે! ગુજરાતની 85 દીકરીઓએ 21થી 80 કિલો વજન ઊંચકી દર્શાવી ખેલ પ્રતિભા

ધવલ પરીખ/નવસારી: જીવનના દરેક ક્ષેત્રમાં વજન મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે કુમળી મહિલાઓ પણ અનેક વજન ઉઠાવી જીવનને સફળ બનાવે છે. નવસારીની મદ્રેસા હાઈસ્કૂલમાં ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગ હેઠળ યોજાયેલી વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ગુજરાતની 85 દીકરીઓએ 21 થી 80 કિલો સુધીનું વજન ઊંચકી પોતાની ખેલ પ્રતિભા દર્શાવી હતી. 

ભારત સરકાર દ્વારા મહિલા ખેલાડીઓ પણ રમતમાં સફળતાની કેડી કંડારી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગ અંતર્ગત ભારતના 20 શહેરોમાંથી એક નવસારીમાં પણ અસ્મિતા વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું ગુજરાત વેઇટ લિફ્ટિંગ એસોસિયેશનના સહયોગથી આયોજન કર્યુ હતુ. જેમાં નવસારી, સુરત, અમદાવાદ, જામનગર, અમરેલી સહિતના 8 જિલ્લાની 85 મહિલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

મદ્રેસા હાઇસ્કૂલના હોલમાં યોજાયેલી સ્પર્ધામાં 17 વર્ષ સુધીના ટીનએજર, 20 વર્ષ સુધીના જુનિયર અને 20 વર્ષથી ઉપર સિનિયર કેટેગરીમાં મહિલા ખેલાડીઓએ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી 21 થી 80 કિલો સુધીનું વજન ઊંચક્યું હતુ. જેમાં ઘણી ખેલાડીઓ નિષ્ફળ રહી, પરંતુ નિષ્ફળતા બાદ પણ તેમનો જુસ્સો કાબિલે તારીફ હતો. 

સ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલી ખેલાડીઓ પણ આવી હતી અને સ્પર્ધાના પ્રારંભે અન્ય ખેલાડીઓને વેઇટ લિફ્ટિંગના ડેમોસ્ટ્રેશન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને ઉંચા વજનને ઊંચકવામાં મહિલા ખેલાડીઓની મહિનાઓની મહેનત દેખાઈ હતી, કારણ વેઇટ લિફ્ટિંગના નિયમો અનુસાર 80 કિલો સુધીનું વજન ઊંચકવું જ એક ચેલેન્જ હોય છે. વિજેતા ખેલાડીઓએ આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી વિભિન્ન રમતોમાં ભાગ લઈ પોતાના શહેર, ગુજરાત અને ભારતને ગૌરવ અપાવવાની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ સ્પર્ધામાં અન્ય ખેલાડીઓ પણ સક્ષમ હોવાથી ટફ ફાઇટ રહી હતી. 

જોકે મક્કમતાથી ગેમ પર ફોકસ અને કોચના માર્ગદર્શનને કારણે વજન ઊંચકવામાં સરળતા રહી હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. જ્યારે આયોજકોએ ધારવા કરતા સ્પર્ધકોની સંખ્યા સારી રહેતા ગુજરાતની દીકરીઓની રમત પ્રત્યેની લાગણી જોઈ હર્ષ વ્યક્ત કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news